ફરિયાદ:માહી ગામમાં સરકારી જમીન નિમ કર્યા વગર પ્લોટ ફાળનારા તત્કાલિન ટીડીઓ, તલાટી સામે ફરિયાદ

છાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વડગામના માહી ગામે ગત 30/01/1996ના રોજ ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્રારા સર્વે નંબર 314 તથા નવો સર્વે 472 કે જે શ્રી સરકાર હસ્તકની હોવા છતાં આ જમીનને ગામતળમાં તબદીલ કર્યા વગર કોઈ પણ જાતની મંજૂરી વગર ગામના વાલજીભાઈ હરિભાઈ લોહને બે પ્લોટો આપવા ખોટો ઠરાવ કર્યો હતો.

જેની તપાસમાં છેતરપિંડી કર્યાનું જણાઈ આવતા છાપી વિસ્તરણ અધિકારી ભરતભાઇ પટેલ દ્રારા માહીના તત્કાલીન તલાટી લક્ષ્મણભાઈ કરેણ, ઇન્ચાર્જ સરપંચ ગોવિંદભાઈ અભેરાજભાઈ ચૌધરી, પંચાયત સર્કલ સરદારભાઈ કે. ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી એચ. કે. આચાર્ય, વાલજીભાઈ હરિશીંગ પટેલ, સોનબેન સાહેબખાન ચાવડા અને સીદીકભાઈ અબ્બાસભાઈ મરેડિયા વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બિનઅધિકૃત પ્લોટ ફાળવણીમાં પચીસ વર્ષ બાદ પોલિસ ફરિયાદ નોંધાતા વહીવટી તંત્ર માં ખળભળાટ મચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...