ફરિયાદ:પસવાદળ -મેગાળ ગામમાં પરિણીતા પર ત્રાસ ગુજારાતાં સાસરિયાં સામે ફરિયાદ

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પસવાદળ અને મેગાળ ગામે બે અલગ અલગ પરિણીતા ઉપર શારિરીક માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. આંગણવાડીમાં નોકરી કરતાં પસવાદળના નીશાબેન જોષીને તેમના પતિ નયમેશભાઇ જોષી સહીત પરિવારના કાંતાબેન શંકરલાલ જોષી, શંકરલાલ અમથાલાલ જોષી, ડાહ્યાભાઇ જોષી, નવનીતભાઇ જોષી, પ્રફુલભાઇ ડાહ્યાભાઇ જોષીએ દહેજની માંગણી કરી માર માર્યો હતો. જ્યારે મેગાળ ગામના ચેતનાબેનને સુરતના મુકેશભાઇ દિનેશભાઇ દેસાઇ (બ્રાહ્મણ), પાલનપુરના ટીનાભાઇ માજીરાણા, સુરતના રાકેશભાઇ દેસાઇએ દહેજની માંગી ત્રાસ ગુજાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...