તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:પાલનપુરના સિમલાગેટમાં અદાવત રાખી હુમલો કરનારા ચાર શખ્સ સામે ફરિયાદ

પાલનપુર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોકા- લાકડીઓથી હુમલો કરી ઇજાઓ પહોચાડી હતી

પાલનપુર સિમલાગેટ વિસ્તારમાં રવિવારે સાંજે અદાવત રાખી હુમલો કરનારા ચાર શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

પાલનપુરના સિમલાગેટ વિસ્તારમાં લસણની દુકાન ધરાવતાં મુકેશભાઇ નીનાભાઇ પટણી રવિવારે સાંજે દુકાન વધાવી રહ્યા હતા. ત્યારે તેમના ભત્રીજા કૃણાલભાઇ અને નિલેશભાઇએ કહ્યુ હતુ કે, મેહુલ જયંતિભાઇ પટણી આપણી દુકાને આવી જુની અદાવતમાં અપશબ્દો બોલતો હતો. આથી મુકેશભાઇ આ મેહુલના કાકા પુનમભાઇની લારીએ સમજાવવા ગયા હતા. તે વખતે પુનમભાઇ શાંતિભાઇ પટણી, મેહુલ જયંતિભાઇ પટણી, કલ્પેશ જયંતિભાઇ પટણી અને જીગર જયંતિભાઇ પટણી ઉશ્કેરાઇ જઇ છત્રીની પાઇપ, ધોકા અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. જેમાં મુકેશભાઇ, કનુભાઇ વિરચંદભાઇ, કૃણાલ અને સંજયભાઇને ઇજાઓ થવા પામી હતી. જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે મુકેશભાઇ નીનાભાઇ પટણીએ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...