તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:મુડેઠામાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ 8 સામે ફરિયાદ, 5ની અટકાયત

પાલનપુર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખેતરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ડીસા તાલુકાના મુડેઠા ગામમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ 8 સામે ફરિયાદ નોંધાતાં પોલીસે 5 જણની અટકાયત કરી છે જ્યારે 3 જણા ફરાર છે. કાયદો વ્યવસ્થા જાળવવા ખેતરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ડીસા તાલુકાના રામવાસ ગામના ઇશ્વરભાઇ ઉમેદભાઇ પટેલની જમીન મુડેઠા ગોગાપુરા સીમમાં આવેલી છે.

જેમાં મુડેઠા ગોગાપુરા ગામના રમેશજી મદારજી ઠાકોર, ભુપતસિંહ વખતસિંહ ઠાકોર, સ્વરૂપજી બબાજી ઠાકોર, જોગાજી ભુપતસિંહ ઠાકોર, બચુજી વખતસિંહ ઠાકોર, નંદાબેન ભુપતજી ઠાકોર, શારદાબેન મદારજી ઠાકોર (તમામ રહે.મુડેઠા-ગોગાપુરા) તેમજ ગોપાળજી ભેમજી ઠાકોર (રહે.વડાલાપુરા-મુડેઠા) એ કબજો કરતા ઈશ્વરભાઈએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

ફરિયાદમાં જણાવ્યા મુજબ 25 ફેબ્રુઆરીએ બપોરે જમીન પચાવી પાડવા ફેંન્સીગ વાડ તોડીને બટાકાના વાવેતરનું નુકશાન કર્યુ હતું. જમીનમાં છાપરું બનાવી ગેરકાયદેસર કબજો કરી ગુનો આચર્યો હતો. જે બાદ પાંચ આરોપીની અટકાયત કરાઈ હતી. જ્યારે ત્રણ આરોપી હાલ ફરાર છે. ભીલડી પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો