તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પાલનપુર લવજેહાદ પ્રકરણમાં 5 શખ્સો સામે ફરિયાદ, વિધર્મીની અટકાયત કરાઈ

પાલનપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલનપુરની હિંદુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવનાર વિધર્મીને સોમવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરાયો હતો. - Divya Bhaskar
પાલનપુરની હિંદુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવનાર વિધર્મીને સોમવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરાયો હતો.
  • પોલીસે મદદગારી કરનારા શખ્સોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરાયા

પાલનપુરના લવ જેહાદના કેસમાં વિધર્મી શખ્સ હિંદુ યુવતી સાથે પાલનપુર પોલીસ મથકે લવાયા બાદ યુવતીના પિતાએ વિધર્મી શખ્સ, તેની પુત્રી સહિત મદદગારી કરનારા પાંચ વ્યકિતઓ સામે પૂર્વ પોલીસ મથકે ખોટા દસ્તાવેજોના આધારે લગ્ન કર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં વિધર્મી શખ્સના કોરોના રિપોર્ટ બાદ કોર્ટમાં હાજર કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે.મદદગારી કરનારા શખ્સોને પણ ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

પાલનપુરની હિંદુ યુવતીને ધાણધા ગામનો વિધર્મી શખ્સ પ્રેમજાળમાં ફસાવી લઇ જતાં હિંદુ સમાજમાં ભારે આક્રોશ ઉઠ્યો છે. આ અંગે જિલ્લા પોલીસવડા, કલેકટરને રજૂઆતો કરાયા બાદ બે દિવસ અગાઉ આ શખ્સને પાલનપુર લવાયો હતો. જ્યાં તેણે યુવતી સાથે લગ્ન કર્યા હોવાનું લગ્ન નોંધણીનું સર્ટીફિકેટ રજુ કર્યુ હતુ. જોકે, આ સર્ટી ખોટુ હોવા અંગે યુવતીના પિતાએ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે વિધર્મી શખ્સ, યુવતી ઉપરાંત ખોટા દસ્તાવેજોના આધારે સર્ટી બનાવવામાં મદદગારી કરનારા 5 વ્યકિતઓ સામે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ પશ્વિમ પોલીસ મથકના પીઆઇ કે. પી. ગઢવીને સોંપી છે.

અપરણિત હોવાનું જણાવી મહારાજની હાજરી વિના લગ્ન કર્યા છે
ફરિયાદીના વકીલ મનોજ ઉપાધ્યાયે જણાવ્યું કે લગ્ન કરેલ હોવા છતાં જાણકારી છૂપાવી બીજા લગ્ન મહારાજની હાજરી વિના કર્યા છે. તથા ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી લગ્ન કરેલ અને ધર્મ પરિવર્તનની પ્રક્રિયા કાયદાનો પણ ભંગ કરી ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે.

આ શખ્સો સામે ફરિયાદ નિશારખાન જીતુખાન ઘાસુરા (રહે. ધાણધા), મિતેશકુમાર ભીખાભાઇ પરમાર (રહે. પોલીસ હેડ કવાર્ટસ, પાલનપુર), ઇમ્તિયાઝભાઇ આદમભાઇ મુસલમાન (રહે. સુખબાગરોડ, જામપુરા મસ્જિદ પાસે, પાલનપુર), લાલસિંહ ચૌધરી (લગ્ન નોંધણી કરનાર અધિકારી, મુ. ભેમાસિંહ તા. આબુરોડ)નિશારખાન જીતુખાન ઘાસુરા (રહે. ધાણધા), મિતેશકુમાર ભીખાભાઇ પરમાર (રહે. પોલીસ હેડ કવાર્ટસ, પાલનપુર), ઇમ્તિયાઝભાઇ આદમભાઇ મુસલમાન (રહે. સુખબાગરોડ, જામપુરા મસ્જિદ પાસે, પાલનપુર), લાલસિંહ ચૌધરી (લગ્ન નોંધણી કરનાર અધિકારી, મુ. ભેમાસિંહ તા. આબુરોડ)

અન્ય સમાચારો પણ છે...