તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સતત બે દિવસથી ફૂંકાઇ રહેલા ઠંડા હીમ જેવા પવનના કારણે સોમવારે ઉત્તર ગુજરાત ઠંડીથી થથરી ગયું હતું. સૌથી નીચું તાપમાન ડીસા અને ઇડરમાં 6.7 ડિગ્રી નોંધાયું હતું. 14 ડિસેમ્બર 1986ના દિવસે ડીસામાં 2.2 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી, જે રેકોર્ડ છે. ડીસામાં છેલ્લા 34 વર્ષમાં સોમવાર ડિસેમ્બર મહિનાનો બીજો સૌથી ઠંડો દિવસ રહ્યો છે.
ઉ.ગુ.ના મુખ્ય 5 શહેરોમાં સવારે 5.30 કલાકે ઠંડીનો પારો 6.8થી 7.8 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. જ્યારે બપોરનું તાપમાન 23.6 થી 24 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. છેલ્લા 24 કલાકમાં સવારનું તાપમાન સાડા પાંચ ડિગ્રી અને બપોરનું તાપમાન 2 ડિગ્રી ઘટતાં ઉ.ગુ.માં સિઝનની પ્રથમ શીતલહેર સાથે કોલ્ડ-ડે રહ્યો હતો. શીતલહેરના કારણે રીતસરનો ઠંડીના કહેર વરસતાં લોકો દિવસભર ગરમ કપડાંમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. ખરાબપોરે પણ ઘરમાં કે ઓફિસમાં તો ઠીક છાંયડામાં ઉભા રહેવું પણ મુશ્કેલ બન્યું હતું.
ઉ.ગુ.ઠંડીનું મીટર | |
શહેર | તાપમાન |
મહેસાણા | 7.8 (-5.4) |
પાટણ | 6.8 (-5.7) |
ડીસા | 6.7 (-5.5) |
ઇડર | 6.7 (-5.8) |
મોડાસા | 7.5 (-5.5) |
ડીસાનું ડિસેમ્બરમાં નોંધાયેલું 11 વર્ષનું લઘુત્તમ તાપમાન
ઠંડીનો રેકોર્ડ | |
વર્ષ | તાપમાન |
2020 | 06.7 ડિગ્રી |
2019 | 06.8 ડિગ્રી |
2018 | 07.5 ડિગ્રી |
2017 | 10.7 ડિગ્રી |
2016 | 10.7 ડિગ્રી |
2015 | 08.1 ડિગ્રી |
2014 | 07.3 ડિગ્રી |
2013 | 08.8 ડિગ્રી |
2012 | 09.7 ડિગ્રી |
2011 | 09.1 ડિગ્રી |
2010 | 07.8 ડિગ્રી |
આબુમાં એક જ રાત્રિમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી ગગડય, માઇનસ બે ડિગ્રી
અમીગઢ| આબુમાં રવિવારે રાત્રે માઇનસ 2 ડિગ્રી તાપમાન નોંધાતા શિત લહેર પ્રસરી જવા પામી છે. સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા થતાં તેની સીધી અસર માઉન્ટ આબુમાં થઇ છે. જ્યાં છેલ્લા ચાર દિવસથી લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થઇ રહ્યો છે. રવિવારની એક જ રાત્રિમાં લઘુત્તમ તાપમાનનો પારો 4 ડિગ્રી ગગડીને માઇનસ 2 પહોચી ગયો હતો. શીત લહેર પ્રસરી જતાં પર્યટકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતા.
2 દિવસ શીતલહેર રહેશે
હવામાન વિભાગ મુજબ, ઉત્તર ગુજરાત પરથી ઉત્તરીય ઠંડો પવન ફૂંકાઇ રહ્યો છે. આ પવન જમીનસ્તરથી નજીક હોઇ સોમવારે લઘુત્તમ તાપમાન સાડા પાંચ ડિગ્રી તૂટ્યું હતું. 29 અને 30 ડિસેમ્બરે ઠંડા પવનની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા હોઇ આગામી બે દિવસ શીતલહેરનું એલર્ટ રહેશે. તેમજ હજુ લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા છે.
વૈજ્ઞાનિક માપદંડ પ્રમાણે કોલ્ડ-ડે અને શીતલહેર
વૈજ્ઞાનિક માપદંડો પ્રમાણે, જ્યારે દિવસનું તાપમાન સામાન્યથી 4.5 ડિગ્રી ઘટે, તેમજ રાતનું તાપમાન 10 ડિગ્રી અથવા એનાથી નીચે જાય તો તે દિવસે કોલ્ડ-ડે માનવામાં આવે છે. તેવી જ રીતે રાતનું તાપમાન સામાન્યથી 4.5 ડિગ્રી નીચે આવે તો શીતલહેર ગણવામાં આવે છે.
તાપમાન 0 ડિગ્રી પહોંચે તો જ ખેતીના પાકને નુકશાન
લઘુત્તમ તાપમાન 0 ડિગ્રી સુધી જાય તો જ ખેતીના પાકોને નૂકશાન થવાની શકયતાઓ છે. વર્તમાન સમયે પડી રહેલું ઝાકળ ઘઉં, બટાકા સહિતના પાકો માટે ફાયદાકારક છે.:- પી. કે. પટેલ (જિલ્લા ખેતીવાડી અધિકારી)
વિજયનગર તાલુકાના નીચલાપટ્ટા વિસ્તારમાં બાજરીના હુંસલ અને લાકડા પર બરફ જામ્યો
વિજયનગર તાલુકાના નીચલાપટ્ટા વિસ્તારમાં સોમવારે પરોઢિયે બરફ જામી ગયો હોવાનું ધોળીવાવના વિનોદભાઈ (બાલુલાલે)જણાવ્યું હતું. બાજરી ના હુંસલ અને લાકડાના ઠૂંઠા પર બરફ જામી ગયો હતો.
શામળિયાને અલંકારીક વસ્ત્રોથી ઠંડીથી રક્ષણનો પ્રયાસ
શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન શામળીયાને અલંકારિક વસ્ત્રોથી ઠંડીથી રક્ષણ આપવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.