તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યાઓમાંથી છુટકારો મળશે:સુરક્ષાના ભાગરૂપે પાંથાવાડા બજારમાં UGVCL દ્વારા કોટેડ વાયર લગાવાયા

પાંથાવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પક્ષીઓ, વાદરાઓને કરંટની સમસ્યાઓમાંથી છુટકારો મળશે

પાંથાવાડા યુજીવીસીએલ દ્વારા બજારમાં કોટેડ વાયર લગાવતાં લોકોને તેમજ પક્ષીઓ, વાદરાઓને કરંટની સમસ્યાઓ થતી હતી તેમાંથી છુટકારો મળશે.પાંથાવાડા યુજીવીસીએલ દ્વારા ગુરૂવારે વિશેષ મુખ્ય ઇજનેર એલ.એ.ગઢવી તથા કાર્યપાલક ઇજનેર એસ.એમ.રાઠોડના માર્ગદર્શન હેઠળ નાયબ ઇજનેર એન.એમ. પ્રજાપતિ દ્વારા પાંથાવાડાની 4 તથા બહારની 6 ટીમ સાથે પાંથાવાડા બજારમાં ખુલ્લા વાયર, સંકટ અને સમસ્યાઓવાળા લોકેશન શોધીને સમગ્ર બજારમાં ખુલ્લા વાયરોનો નિકાલ કરી તેની જગ્યાએ કોટેડ વાયર લગાવવાની કામગીરી હાથ ધરાઈ છે.

જેના કારણે ગામમાં સર્જાતી લાઈટની સમસ્યાઓ, લટકતા વાયરોને કારણે કરંટથી લોકોને રાહત મળશે. યુજીવીસીએલ દ્વારા વિજ ડિપી પર લટકતા લંગર પર પણ એચ.ટી.બુટ લગાવવાની તેમજ પહેલાં તેના કારણે પક્ષીઓ, વાદરાઓ કે જેમાં કરંટની સમસ્યાઓ થતી હતી તેમાંથી છુટકારો મળશે. આ અંગે પાંથાવાડા યુજીવીસીએલના નાયબ ઈજનેર એન.જે.પ્રજાપતિએ જણાવ્યું કે હવે લોકોને વિજથી વધુ સુરક્ષા તેમજ ખતરો ઓછો થશે. ધીમે ધીમે આ પ્રોજેક્ટ સમગ્ર બજારમાં જ્યાં પણ સમસ્યાવાળા લોકેશન શોધી ત્યાં પણ કોટેડ વાયર લગાવાશે.’

અન્ય સમાચારો પણ છે...