સફાઈ અભિયાન:ભીલડીને પ્લાસ્ટિકમુક્ત બનાવવા ગામના યુવાનોનું સફાઈ અભિયાન

ભીલડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગામના યુવાનો, ગ્રામજનો અને માતૃભૂમિ ટ્રસ્ટ દ્વારા પહેલ

ભીલડી વિસ્તારના ઉત્સાહી યુવાનો, ગ્રામજનો અને માતૃભૂમિ ટ્રસ્ટ દ્વારા રવિવારથી સફાઇ અભિયાનનો અનોખી પહેલ કરાઇ હતી. ભીલડી પ્લાસ્ટિક મુક્ત બને અને સ્વચ્છ શહેરની ઓળખ પ્રસ્થાપિત કરવા પ્રયાસો કર્યા હતા.

ભીલડી વિસ્તારના યુવાનોએ રવિવારે વહેલી સવારથી જ સ્વયં સફાઇ કરીને મારું ભીલડી-સ્વચ્છ ભીલડી બને એવા પ્રયત્નો કર્યા હતા. તેમજ તમામ સ્વયંસેવકોએ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે શહેરમાં જાગૃતિ આવે એ આશયથી પ્રતિજ્ઞા પત્ર પર આ વિસ્તારના 300થી વધુ વહેપારી ભાઈઓએ સહીઓ કરીને સંકલ્પ લીધો કે હવે પછી અમારી દુકાનનો કચરો અમે બહાર ફેંકીશું નહીં તેમજ કચરો કચરા પેટીમાં જ નાખીશું તેમજ બજારમાં આવતા ગ્રાહકોને પણ સ્વચ્છતા વિષે અવગત કરીશું. સફાઈ અભિયાનમાં લોકો, પંચાયત, પોલીસ સ્ટેશન તેમજ તમામ સેવાભાવી સંસ્થાઓ આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...