સફાઈ:અમીરગઢ જાસોર વન્યાભ્યરણ્યમાં ગાંધી જયંતિ અને વન્યજીવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સફાઈ કરાઇ

પાલનપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બલુન્દ્રાથી લઇ કેદારનાથ મહાદેવના રસ્તામાં પડેલો કચરો સાફ કરાયો

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મદિવસની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીજયંતી અને વન્યજીવ સપ્તાહમા પ્રથમ દિવસ એક જ દિવસે આવતા અમીરગઢ તાલુકામાં આવત જાસોર વન્ય અભયારણ્યમા જંગલ વિસ્તાર પ્લાસ્ટિક તથા અન્ય કચરાની સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જાસોર અભયારણ્યમા બલુન્દ્રાથી લઇ પર્વતની ચોંટી ઉપર બિરાજમાન કેદારનાથ મહાદેવના રસ્તામાં પડેલા દરેક કચરો સાફ કરવામાં આવ્યો છે અને વનવિભાગ દ્વારા વન્ય જીવોનું મહત્વ સમજાવવામાં આવેલ હતું.

આ સફાઈ અભિયાનમાં બલુંદ્રા રેન્જ ના આર એફ ઓ ખૈર તથા સમગ્ર સ્ટાફ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. તેઓની સાથે આસપાસના ગામોના લોકો પણ સફાઈ અભિયાનમાં જોડાઈ તંત્રને સહકાર આપ્યો હતો. જાસોર વન્ય અભયારણ્ય પ્રકૃતિ ની એક અનોખી કુદરતી દેન છે જેને સાફ રાખવાનુ તંત્ર એ લોકોને અરજ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...