ગુજરાતનો ઐતિહાસિક ચુકાદો:બનાસકાંઠામાં પત્નીને ટ્રિપલ તલાક આપનાર ક્લાસ-2 અધિકારીને એક વર્ષની કેદ, રાજ્યમાં તલાકના કેસમાં સજાનો પ્રથમ બનાવ

પાલનપુર25 દિવસ પહેલા
  • પાલનપુર સેશન્સ કોર્ટે ટ્રિપલ તલાક કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો

બનાસકાંઠા જિલ્લામાં ટ્રિપલ તલાક મામલે એક અધિકારીને પાલનપુરની કોર્ટે એક વર્ષની સજા ફટકારી હોવાની ઘટના સામે આવી છે. એક પુત્રીની માતાને તરછોડી ત્રણ વાર તલાક કહી અન્ય યુવતી સાથે લગ્ન કરનાર ક્લાસ-2 અધિકારીને કોર્ટે સજા ફટકારતા કોર્ટ પરિસરમાં સન્નાટો વ્યાપી ગયો હતો. કોર્ટે આરોપીને સજાની સાથે પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. ટ્રિપલ તલાકના કેસમાં સજા પડી હોય તેવો રાજ્યનો આ પ્રથમ કેસ છે.

સરફરાજખાન બિહારી
સરફરાજખાન બિહારી

આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો વડગામ તાલુકાના જૂનીનગરીની યુવતીના લગ્ન હેબતપુરના વતની સરફરાજખાન બિહારી સાથે થયા હતા. તેમના લગ્નજીવનથી પીડિતાને એક પુત્રીનો જન્મ થયો હતો. ત્યારબાદ સરફરાઝખાનને દાંતીવાડા સિપુ નિગમમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે નોકરી મળી હતી. નોકરી દરમિયાન તેની સાથે ઓફિસમાં કામ કરતી હિન્દુ યુવતી સાથે સરફરાજખાનને પ્રેમ થતા તેને લઈને નાસી ગયો હતો. તે સમયે પરિવારના સમજાવટથી સરફરાજખાને યુવતીને ભૂલી જશે તેમ કહી મામલી ઘરમાંથી કાઢી મુકી હતી.લો થાળે પાડયો હતો. પરંતુ ત્યારબાદ પણ સરફરાઝખાને યુવતી સાથે સંબંધો રાખતા યુવતીને એક પુત્રનો જન્મ થયો હતો. જેથી તેની પત્નીએ વિરોધ કરતા સરફરાઝખાને તેને ગડદાપાટુનો મારમારી ત્રણવાર તલાક...તલાક...તલાક...

પત્નીએ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ટ્રિપલ તલાકના કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે સમગ્ર કેસ પાલનપુરની બીજી એડિશનલ કોર્ટમાં ચાલી જતા જજ જી.એસ દરજીએ તમામ બાબતો અને સરકારી વકીલની દલીલોને ધ્યાને લેતા અને કેશની ગંભીરતા જોતા આરોપી સરફરાઝ ખાન બિહારીને એક વર્ષની સજા ફટકારી છે. ટ્રિપલ તલાકના કાયદા બાદ ગુજરાતમાં કોઈને સજા પડી હોય તેવો રાજ્યનો આ પ્રથમ કિસ્સો છે.

ટ્રિપલ તલાકના કાયદાની જોગવાઈઓ

પત્ની: પત્નીની ફરિયાદ માન્ય, ગુજરાન ભથ્થું મળશે
પીડિત પત્ની કે લોહીના સંબંધીની ફરિયાદ માન્ય ગણાશે. પત્નીની પહેલથી સમાધાન થઈ શકે, પરંતુ મેજિસ્ટ્રેટની શરતો સાથે જ તે શક્ય બનશે. પતિ તરફથી બાળકોની કસ્ટડી મળશે.

પોલીસ: ફરિયાદ પર સીધી ધરપકડનો અધિકાર મળશે
મહિલા કે સંબંધીની ફરિયાદ પર પોલીસ સીધી ધરપકડ કરી શકશે. આ ધરપકડમાં જમાનત નહીં મળે. જોકે, મેજિસ્ટ્રેટ શરતી જમાનત આપી શકશે.

પતિ: પત્નીનો પક્ષ સાંભળ્યા પછી જ જમાનત મળશે
પોલીસ અને મેજિસ્ટ્રેટ કોર્ટ પતિની વાત સાંભળશે. પત્નીનો પક્ષ સાંભળ્યા પછી જમાનત મળી શકશે. દોષી સાબિત થયા પછી પતિને 3 વર્ષની સજા અને પત્નીને ગુજરાન ભથ્થું આપવું પડશે.

કોર્ટ: મેજિસ્ટ્રેટને ગુજરાન ભથ્થું નક્કી કરવાનો હક
જુબાની, લેખિત કે ઈલેક્ટ્રોનિક (વૉટ્સએપ, મેઈલ, એસએમએસ) માધ્યમ થકી ત્રણ તલાક ગેરકાયદે રહેશે. મેજિસ્ટ્રેટ ભરણપોષણની રકમ નક્કી કરશે.

અન્ય સમાચારો પણ છે...