બેઠક:પાલનપુર ખાતે નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી, દિવાળી પહેલાં પુરવઠો ફાળવવા ધારાસભ્યોએ રજૂઆત કરી

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળીના તહેવારો પહેલાં પુરવઠો ફાળવણી લોકોને આપી દેવા ધારાસભ્યઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી

પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારની 3 જેટલી દુકાનોના સ્થળ બદલવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. ગ્રાહક ભંડારની દુકાનોને 100 ટકા ઇ.એેફ.પી.એસ કરવામાં આવેલી છે, ગ્રામ્ય,તાલુકા, જિલ્લા કક્ષાની તકેદારી સમિતિની રચના અને બેઠક મળવા અંગે, અન્ન સલામતિ જથ્થાના કેસો અને ગ્રાહક સુરક્ષા મંડળોના કેસોની સમીક્ષા કરવામાં આવી હતી. દિવાળીના તહેવારો પહેલાં પુરવઠો ફાળવણી લોકોને આપી દેવા ધારાસભ્યઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

જિલ્લા પુરવઠા અધિકારી એસ.જે.ચાવડાએ માહિતી આપતાં જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં સપ્ટેમ્બર-2021 દરમ્યાન 139- એફ.પી.એસ. તથા 2- ગોડાઉનની તપાસણી કરવામાં આવેલ છે. જેમાં 12 કેસોનો નિકાલ કરી રૂ.1,09,573 નો દંડ કરવામાં આવ્યો છે. તેમજ 20 પરવાના મોકુફ કરવામાં આવ્યા છે. અન્નપૂર્ણા યોજના હેઠળ જિલ્લામાં સપ્ટેનમ્બર-2021ના મહિનામાં 18 લાભાર્થીઓને લાભ અપાયો છે.

ભૂખમરો અને કુપોષણથી રક્ષણ આપવા માટે અન્નબ્રહ્મ યોજનામાં 82 જરૂરીયાતમંદ લાભાર્થીઓને લાભ અપાયો છે. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં કુલ-1024 વ્યાજબી ભાવની દુકાનો મારફત લોકો સુધી પુરવઠો પુરો પાડવામાં આવે છે. જિલ્લામાં કુલ-41 ગેસ એજન્સીઓ મારફત ગેસ બોટલનું વિતરણ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...