સમસ્યા:પાલનપુર નૂતન સ્કૂલ પાસે ગંદકી દૂર કરાવવા નગર સેવકની ઉપવાસની ચીમકી

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુર નગરપાલિકા વિસ્તારમા આવેલી નુતન હાઇસ્કૂલ નજીકની ગંદકી સાત દિવસમાં દૂર કરવામાં નહીં આવે તો નગરસેવક પાલિકામાં પ્રતિક ઉપવાસ પર બેસી જશે તેવી રજૂઆત કરી હતી.પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવતાના આક્ષેપો નગરજનો કરી રહ્યા છે. જેને લઇ શહેરના મુખ્ય માર્ગો તેમજ શાળાની આસપાસ ગંદકીના ઢગ ખડકાયા છે

શાળાની બહાર ઘણા સમયથી ગંદકી યથાવથ છે જ્યાં ભુડ રખડે છે જેને લઈ કોઈ બાળક બીમાર ન પડે તે માટે પાલિકાના સદસ્ય સિંધીએ પાલિકાને લેખિત રજૂઆત કરી શાળા બહારનો કચરો નિકાલ કરવા રજૂઆત કરી હતી તેમ છતાં આજ દિન સુધી શાળા બહારનો કચરો લેવડાવવામાં ન આવતા વિદ્યાર્થીઓ બીમાર પડે તેવી શક્યતાઓ વધી રહી છે આ કચરો નાખવાની જગ્યા બદલવામાં આવે અને દિન સાતમાં અન્ય જગ્યાએ ખસેડવામાં નહિ આવે તો નગરપાલિકાના સદસ્ય સરફરાઝ સિંધી એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેસી જશે.

અન્ય સમાચારો પણ છે...