તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલીઓ ચિંતીત:ઓનલાઈન ભણતા બાળકો હોમવર્ક કરતા જ નથી

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલીઓનો એકજ સુર: શાળામાં અપાતું શિક્ષણ જ યોગ્ય છે,તાત્કાલિક સ્કુલો ખોલો

15 ઓગસ્ટથી શાળાઓ શરૂ કરવા સ્કૂલ સંચાલકો સહિત વાલીઓ તલપાપડ છે કારણ કે પાલનપુરની શાળાઓમાં ઓનલાઈન ભણતા બાળકો હોમવર્ક પૂરું કરતા નથી, અને નેટ પર મોટાભાગનો સમય આપે છે જેથી વાલીઓ સતત ચિંતીત રહે છે. બાળકો ચીડિયાપણુ આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. તો વળી નેટ પૂરું થઈ જતા પરિવાતોમાં સંઘર્ષની સ્થિતિ સર્જાઈ જાય છે.

સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઘરે બેસી ઓનલાઈન અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો હતો.પરંતુ પાલનપુર હાઈસ્કૂલના ધો.10,11,12 ના વિદ્યાર્થીઓ ને ઓનલાઈન શિક્ષણ પ્રાપ્ત કરવું અઘરું પડી રહ્યું છે. કેમ કે ઝૂમ એપ દ્વારા અમુક વાર બોલ્યા પછી અવાજ જતો હોય છે.અને ઘણી વાર શિક્ષકોને બાળકોને સમજવામાં તકલીફ પડે છે. રોજ વિદ્યાર્થીઓ સામે અભ્યાસ કરાવ્યો હોય અને હવે મોબાઈલથી અભ્યાસ કરાવવામાં શિક્ષકોને મુશ્કેલી પડે છે.

પાલનપુરના કલ્પેશભાઈ પટેલ નામના વાલીએ જણાવ્યું કે મારુ બાળક ગાંધીનગર અભ્યાસ કરે છે. ઓનલાઈનમાં શુ ભણે છે અમને ખબર નથી. હોમવર્ક ક્યારેય તેનું પૂરું થતું નથી. સરકાર તાત્કાલિક સ્કૂલ ચાલુ કરે તો બાળકનું ભવિષ્ય સુરક્ષિત બનશે, મારો બાળક ઘરમાં રહી તેનામાં હવે ચીડિયાપણુ આવી રહ્યું છે. ....અનુસંધાન 2 પર

મોબાઈલ મુકવા ફિજીક્સના સાધનનો ઉપયોગ કર્યો
પાલનપુરના મેવાડા હાઈસ્કૂલના આચાર્ય હરેશભાઈ સાકરિયાએ બાળકોને અભ્યાસ કરાવવા માટે સાયન્સના ફિજીક્સ વિષયના અભ્યાસ માટે વપરાતું ટૂલનો ઉપયોગ કરી તેના પર મોબાઈલ રાખી નીચે પેજ પર લખાણ લખી ઝૂમ એપ દ્વારા બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...