તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંબાજીના શરણોમાં:મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મા અંબાના દર્શન કર્યા, ગુજરાતની જનતાની સલામતીની પ્રાર્થના કરી

પાલનપુર3 મહિનો પહેલા
  • કોરોના ની ત્રીજી વેવ માની કૃપાથી ના આવે જેવી વિજય રૂપાણી માને પ્રાર્થના કરી

મા અંબાના આશીર્વાદથી ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવે જ નહીં તેવી મનસાથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારની વહેલી સવારે આદ્યશકિત ધામ અંબાજી મંદિરમાં માતાજીની આરતી કરી સાડા છ કરોડ ગુજરાતીઓની સુખ, સમૃધ્ધિ અને સલામતિ માટે પ્રાર્થના કરી હતી. પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મુખ્યમંત્રીએ પત્ની અંજલિબેન રૂપાણી સાથે આદ્યશકિત મા અંબેના દર્શન અને ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. કોરોનાની બીજી લહેર પર સફળતા મેળવ્યા બાદ વધુ જનહિતના કામો કરવાની માતાજી શકિત આપે તેમજ ગુજરાત સતત વિકાસના રાહે આગળ વધતું રહે અને ઉત્તમથી સર્વોત્તમ બને તે માટે માતાજીના કૃપા આશિષ વરસતા રહે તેવી તેમણે પ્રાર્થના કરી હતી.

માં અંબાના ધામે આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોનાની સેકન્ડ વેવ માં અંબાના કૃપાથી આપણે નિયંત્રિત કરી ચૂક્યા છે. ઘણા દિવસો પછી બધા મંદિરો પણ ખોલવામાં આવ્યા છે. આજે માં અંબાની આરતી અને પૂજા કરીને ગુજરાત સલામત રીતે કોરોનાના સક્રમણમાંથી બહાર નીકળે અને ગુજરાતની જનતાની માં અંબા રક્ષા કરે તેવી પ્રાર્થના કરી છે. ત્રીજી વેવ માની કૃપાથી ના આવે પરંતુ એક પ્રિકોશન તરીકે રાજ્ય સરકારે બધી તૈયારી પણ કરી છે. વેક્સિનેશનની કામગીરીને પણ દરરોજ વધારતા જઈએ છીએ. ગુજરાતની જનતા જલ્દી વેક્સિન પોતે લઈ લે અને કોરોનાની સામે આપણે બરોબર ટકી શકીએ કોરોના હારશે ગુજરાત જીતશે એ મંત્રને પણ સાકાર કરી સકીશું આજે ખાસ માં પાસે માથું ટેકવીને ગુજરાતની અને ગુજરાતના લોકો માટે સલામતીની પ્રાર્થના કરી છે.

અન્ય સમાચારો પણ છે...