વડગામ તાલુકાની છાપી પોલીસને એક 24 વર્ષીય માનસિક દિવ્યાંગ મહિલા મળી આવતાં પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અમદાવાદ રહેતા પરિવાર સાથે સુખદ મિલન કરાવી પોલીસના ભીતરની સંવેદના બતાવતા પરિવાર ભાવવિભોર થયો હતો.
છાપી પીએસઆઇ જી.એમ.ભુંભાણી તેમજ સ્ટાફ શુક્રવારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક માનસિક દિવ્યાંગ મહિલા મળી આવતા પોલીસે મહિલાની પૂછપરછ કરતાં મહિલા સભાન ન હોવાનું જણાતા પોલીસે તાત્કાલિક મહિલાના મેડિકલ રિપોર્ટ કરાવી અમદાવાદ ઓઢવ વિસ્તારમાં આવેલ નારીસંરક્ષણ કેન્દ્રમાં મોકલી સોશિયલ મીડિયાના માધ્યમથી પરિવારને શોધી કાઢ્યો હતો. માનસિક દિવ્યાંગ મહિલાનું નામ રુબી હોવાનું જાણવા મળ્યું હતું.
મહિલા અમદાવાદના સૈજપુર બોઘા કુબેરનગરની હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે તેના પતિ જયકિશોર રામનરેશ યાદવનો સંપર્ક કરી તેણીનું મિલન કરાવ્યું હતું. મહિલા 5 જાન્યુઆરી-2022 ના રોજ ગુમ થતાં તેની ગુમની ફરિયાદ કુબેરનગર પોલીસ મથકે નોંધાવા પામી હતી. માનસિક દિવ્યાંગ મહિલાને લઈ છાપી પોલીસના પો.હે.જયેશભાઇ, યાજ્ઞિકભાઈ, નવીનભાઈ, વિરેન્દ્રભાઈ, હેતલબેન અને સુરતાબેન સતત પ્રયત્ન કરવા સાથે પોલીસના ભીતરમાં રહેલ સંવેદનાની પ્રતીતિ કરાવતા ચોમેર છાપી પોલીસ પ્રસંશા થઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.