ટેન્કર પલ્ટી ખાઈ જતાં અફડાતફડી:ડીસાના રસાણા પાટીયા પાસે ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતાં કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી ખાઈ ગયું

પાલનપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેન્કરમાંથી કેમિકલ રોડની બાજુમાં ઢોળાયું, ઘટનાસ્થળે લોકટોળું એકત્ર થયું
  • સદનસીબે ટેન્કર ડ્રાઈવરની સમયસૂચકતાથી મોટી જાનહાનિ ટળી

ડીસાના રસાણા પાટિયા પાસે કેમિકલ ભરેલા ટેન્કરના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર પલ્ટી ખાઇ ગયું હતું. જેમાં કેમિકલ ભરેલું ટેન્કર રોડ નજીક પલટી મારતાં ટેન્કરમાંથી કેમિકલ રોડની બાજુમાં ઢોળાયું હતું. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકત્ર થયાં હતાં.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં આજે મંગળવારે ડીસાના રસાણા પાટીયા પાસે એક કેમિકલ ભરેલું ટેન્કર અચાનક પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. ટેન્કર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં ટેન્કર પલ્ટી ખાઈ ગયું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

ટેન્કર પલ્ટી ખાઈ જતાં લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યાં હતાં અને ટેન્કરમાં લીકેજ થતાં કેમિકલ પણ રોડ પર રેલાઈ ગયું હતું. જો કે સદનસીબે ટેન્કર ડ્રાઈવરની સમયસૂચકતાથી મોટી જાનહાનિ ટળી હતી. અકસ્માતના પગલે લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે ટેન્કર પલ્ટી ખાઈ ગયાં બાદ કોઈ જાનહાનિ ન થતાં આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...