તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષ ધરાશાયી:પાલનપુરમાં શાળા છુટવાના સમયે વૃક્ષ ધરાશાયી થતાં અફરાતફરી

પાલનપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુરની કુવરબા સ્કૂલ પાસેની ઘટના, કોઈ જાનહાની નહીં

પાલનપુર ડેરી રોડ પર આવેલ કુંવરબા સ્કૂલની બહાર ઉભેલ લીમડાનું વૃક્ષ એકાએક ધરાશાયી થઇ જતા અફરાતફરી મચી હતી. શાળાએ બાળકને લેવા આવેલ વાલીના સાધનને મોટું નુકસાન થયું હતું. શાળાના છૂટવાના સમયે જ આ ઘટના બનતા લોકોમાં ભારે દોડધામ મચી ગઇ હતી. જો કે આ બનાવમાં વિદ્યાર્થી કે કોઇ વાલીઓને ઇજા કે જાનહાનિ ન થતા રાહતનો શ્વાસ લીધો હતો.

આ બાબતે શાળાના આચાર્ય તૃપ્તિબેન મહેતા દ્વારા પાલિકામાં રજુઆતો કરવા છતાં વૃક્ષનો નિકાલ ન કરાતા શુક્રવારે અચાનક લીમડાનું વૃક્ષ ધરાશાયી થયુ હતુ. જોકે વિદ્યાર્થીઓનો દૂર હોવાથી બચાવ થયો હતો.પરંતુ વૃક્ષ નીચે પડેલ સાધન તૂટી ગયા હતા. વૃઝ ધરાશાઈ થયાની જાણ પાલિકા અને ડિઝાસ્ટરને કરી હતી જોકે જાણ કર્યે કલાક વીતવા આવ્યો છતાં તંત્રનું કોઈ માણસ આવ્યું નહિ.

અન્ય સમાચારો પણ છે...