બર્નિંગ કાર:પાલનપુરના હેબતપુર પાટિયા નજીક કારમાં આગ લાગતા અફરાતફરી મચી, ચાલકનો બચાવ

પાલનપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર પાલિકાની ફાયર ફાઇટર સહિત L&T ટોલ પ્લાઝની ટીમ ઘટનાસ્થળે પહોંચી
  • ફાયર ફાઈટરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

પાલનપુર હેબતપુર પાટિયા નજીક રાજસ્થાન તરફથી આવેલી કારમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગતા જ એલ એન્ડ ટી ટોલ ટેક્સ તેમજ નગરપાલિકાને જાણ થતાં ઘટનાસ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા

પાલનપુર હેબતપુર પાટિયા નજીક રાજસ્થાન તરફથી આવી રહેલી કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં કારમાં આગ લાગતાં જ અફરાતફરી મચી જવા પામી હતી ઘટનાની જાણ એલ એન્ડ ટી ટોલ ટેક્સ તેમજ નગરપાલિકાને થતા તત્કાલીન ઘટનાસ્થળ પર પહોંચી નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ગાડીમાં લાગેલી આગને પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ જવા પામી હતી જોકે આગ લાગવાની ઘટનામાં મોટી જાનહાની ટળી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળ ની તપાશ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...