તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બનાસકાંઠાના થરાદમાંથી ચેઇન સ્નેચીંગના ગુનાનો રીઢો ગુનેગાર ઝડપાયો, અડધા તોલા સોનાનું પેન્ડલ પોલીસે જપ્ત કર્યું

પાલનપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ પહેલાં જ આરોપીએ કરી હતી લૂંટ
  • થરાદ પોલીસે હનુમાન ગોળાઇ પાસેથી આરોપી ઝડપ્યો

બનાસકાંઠાના થરાદમાંથી પોલીસે ચેન સ્નેચિંગ કરતા રીઢા ગુનેગારને ઝડપી પાડયો છે. પોલીસે આરોપી પાસેથી અડધા તોલાના સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદમાં છેલ્લા ઘણા સમયથી ચેન સ્નેચિંગ કચ્છની ઘટનાઓમાં વધારો થયો છે. જેથી પોલીસે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. જેમાં થરાદ પોલીસ ગઈકાલે હનુમાન ગોળાઈ પાસે પેટ્રોલિંગમાં હતી તે સમયે બે દિવસ અગાઉ થરાદમાં થયેલા ચેન સ્નેચિંગનો આરોપી દેખાતા તેની અટકાયત કરી હતી અને તેની પૂછપરછ કરતાં તેની પાસેથી સોનાનો અડધા થવાનું પેન્ડલ મળી આવ્યું હતું.

પોલીસે આરોપી ચંદનભાઈ ઉર્ફે પિન્ટુ દસરથભાઈ વજીરની કડક પૂછપરછ કરતા બે દિવસ અગાઉ તેણે ચેન સ્નેચિંગ કરી હોવાનો ગુનો કબૂલ્યો હતો. જેથી પોલીસે 15 હજાર રૂપિયાના સોનાના દાગીના જપ્ત કરી આરોપીઓની અટકાયત કરી હતી અને આ આરોપીએ આ સિવાય કેટલા ચેન સ્નેચિંગના ગુનાઓ કર્યા છે અને કેટલા ગુનામાં સંડોવાયેલો છે તે અંગે પણ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...