તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:પાલનપુર-આબુ હાઇવે પર સિમેન્ટ ભરેલો ટ્રક બ્રિજ પરથી 30 ફૂટ નીચે ખાડામાં ખાબક્યો, જાનહાનિ ટળી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત ના પગલે આજુબાજુના લોકોએ દોડી આવી ટ્રક ચાલકને બહાર કાઢ્યો

પાલનપુર-આબુ હાઇવે પર રાજેસ્થાન તરફથી આવતા બાલારામ બ્રિજ પર સિમેન્ટ ભરેલા ટ્રક ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ટ્રક બ્રિજ પરથી 30થી 35 ફૂટ નીચે ખાબકયું હતું. જોકે, આ અકસ્માતમાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ નહોતી.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી છે. જેમાં આજે બપોરના સુમારે રાજસ્થાન તરફથી સિમેન્ટ ભરીને આવતા ટ્રક ચાલકે ચિત્રાસણી બાલારામ બ્રિજ પર અચાનક સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક બ્રિજ પરથી 30થી 35 ફૂટ નીચે ખાબકયું હતું. અકસ્માત ના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ટ્રક ચાલકને સુરક્ષણિત પણે બહાર કઢાયો હતો સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...