તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:પાંથાવાડા CHCમાં સેલકાઉન્ટર ભંગાર હાલતમાં

પાંથાવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાંથાવાડા સીએચસીમાં સેલ કાઉન્ટર મશીન આઠ મહિનાથી ભંગાર હાલતમાં છે. ગરીબ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તબીબી સલાહ મુજબ ગરીબ દર્દીઓને ન છૂટકે પાંથાવાડામાં જ ખાનગી લેબમાં રૂપિયા ખર્ચ કરીને રિપોર્ટ કરાવવો પડે છે.

પાંથાવાડા સીએચસીમાં દરરોજના 130 થી વધુ ઓપીડી હોય છે. જેમાં છેલ્લા 8 મહિનાથી તમામ પ્રકારની તબીબી સારવારમાં તેમજ કોરોના મહામારીમાં સૌથી મહત્વનો રિપોર્ટ સીબીએસ માટેનું સેલ કાઉન્ટર મશીન બંધ હોવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તબીબી સલાહ મુજબ ગરીબ દર્દીઓને ન છૂટકે પાંથાવાડામાં જ ખાનગી લેબમાં રૂપિયા ખર્ચ કરીને રિપોર્ટ કરાવવા મજબૂર બનવું પડે છે. વળી ખાનગી લેબનો માણસ પણ ખાનગી હોસ્પિટલની માફક જ સીએચસીમાં આવી દર્દીઓના સેમ્પલ લેવા તેમજ રિપોર્ટ આપવાની સેવા પણ આપે છે.

રિપોર્ટના ભાવ દર્દીઓને મૌખિક પૂછતા 250 રૂપિયા જણાવ્યા હતા. ત્યારે ખાનગી લેબમાં 150 રૂપિયા જણાવ્યા હતા. દાંતીવાડા તાલુકા આરોગ્ય અધિકારી ઉર્વેશ ઝવેરીએ પણ જણાવ્યું હતું કે ‘સેલ કાઉન્ટર મશીનનો ટેકનિકલ ઇસ્યુ છે, અઠવાડિયામાં રિપેર થઇ જશે. એમના દ્વારા ખાનગી લેબમાં રિપોર્ટ ન લખવાની સૂચના આપેલ છે.’

અન્ય સમાચારો પણ છે...