તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Cases Increase In Kanodar If Space Is Not Available In Palanpur, 3 Doctors, Nursing, Paramedical Staff Of The Village Set Up Kovid Center

સુવિધા:કાણોદરમાં કેસો વધ્યા પાલનપુરમાં જગ્યા ન મળી તો ગામના 3 ડોકટર, નર્સિંગ ,પેરામેડિકલ સ્ટાફે કોવિડ સેન્ટર ઊભું કર્યું

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામના 50 યુવાનોની ટીમ પણ મદદમાં લાગી , હવે 10 દિવસનું લોકડાઉન રાખ્યું

પાલનપુર અમદાવાદ હાઈવે પર શહેરથી 10 કિમી દૂર કાણોદર ગામ આવેલું છે.અહીં 15 હજારથી વધુ વસ્તી છે. ગઈ વખતે કેસો વધતા ગામના 50 યુવાનોની ટીમ મદદમાં લાગી હતી. આ વખતે સ્થિતિ ગંભીર છે. ગામમાં કેસો વધ્યા તો પાલનપુરમાં ઓક્સિજન બેડ માટે જગ્યા ન મળી નહિ. ગામના આગેવાન લોકો એકઠા થયા અને માત્ર ત્રણ જ દિવસમાં કોવિડ હેલ્થ સેન્ટર ઉભું કરી દીધું.

કાણોદર ગામમાં કોલકતાથી ખાસ ઓક્સિજન ગેસની પાઇપો મંગાવી દીધી. ગામમાં રહેતા 3 ડોકટર, ગામનો નર્સિંગ અને પેરામેડીકલ સ્ટાફ સારવાર માં લાગી ગયા. ગામના ઉત્સાહી યુવાનો મળી અંદાજીત 95થી વધુ લોકોના ટિમ વર્કથી હુસેન ટેકરીમાં કોવિડ સેન્ટર ચાલી રહ્યું છે. સંકર્મીતોના પરિવારજનોને અહીં બેડની સામે મંડપમાં રહેવાની વ્યવસ્થા છે.

મોટા મંડપ અને ઠંડી હવા ફેંકતા જમ્બો કુલર દર્દીઓ માટે ગોઠવાયેલા છે. હાલમાં 10 ઓક્સિજન બેડ અને 10 સાદા બેડ પર દર્દીઓ સારવાર હેઠળ છે. ઉપરાંત અહીજ ક્વોરેન્ટાઇન સેન્ટર શરૂ કરી બધી વ્યવસ્થા પાર પાડી છે. મોમીન જમાતના પ્રમુખએ જણાવ્યું કે " કાણોદર શિયા ઇસનાશેરી મોમીન જમાત અને યુથ ગ્રુપ કાણોદર દ્વારા 24એપ્રિલથી કોવિડ સેન્ટર શરૂ કર્યું, કેસો વધતા ગામમાં 22 અગાઉ 4 વાગ્યા પછી સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લીધો હતો. જેનું લોકો સ્વયંભૂ પાલન કર્યું હતું. જ્યારે હવે 10 દિવસનું સંપૂર્ણ લોકડાઉન આપી દેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...