તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:આબુ-પાલનપુર નેશનલ હાઈવે પર કારનું કચ્ચરઘાણ થયું, એક જ પરિવારના પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

પાલનપુર21 દિવસ પહેલા
  • લક્ષ્મીપુરા ગામ નજીક એક શિફ્ટ કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો
  • દાંતા ધારાસભ્ય કાંતી ખરડી અકસ્માત સ્થળે પહોંચ્યાં

અમીરગઢ તાલુકાના લક્ષ્મીપુરા ગામ નજીક નેશનલ હાઇવે પર રાજસ્થાન તરફથી પાલનપુર તરફ જઈ રહેલા પરિવારને અકસ્માત સર્જાઇ હોવાની ઘટના સામે આવી છે. જેમાં લક્ષ્મીપુરા ગામ નજીક એક શિફ્ટ કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. તેમાં એક જ પરિવારના પાંચ વ્યક્તિઓને ઇજાગ્રસ્ત થયા હતા.

સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ફંગોળાઈને રોડ સાઈડમાં ખાબકી

લક્ષ્મીપુરા ગામના શિવપુરા કંપા નજીક વહેલી સવારમાં સમારે એક શિફ્ટ કાર ચાલકનું અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ફંગોળાઈને રોડ સાઈડમાં ખાબકી હતી. જેને લઈ અકસ્માત સર્જાતા ગાડીનું કચ્ચરઘાણ થઈ ગયું હતું. શિવપુરાકંપા નજીક નેશનલ હાઇવે પર રાજસ્થાન તરફથી પાલનપુર તરફ જઈ રહેલી શિફ્ટ ગાડીને અકસ્માત સર્જાતા કારમાં સવાર ડ્રાઇવર સહિત એક જ પરિવારના પાંચ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને રાહતની કામગીરી શરૂ કરી હતી. બનાવના પગેલ 108 એબ્યુલન્સ અને એલ.એન્ડ.ટી વિભાગ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે અકસ્માત પગલે દાંતા ધારાસભ્ય કાંતિ ખરડી પણ ઘટના સ્થળે દોડી પહોંચ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...