તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર ઓનલાઇન ઉમેદવારીપત્ર નોંધાવી શકશે

પાલનપુર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલ મોનીટરીંગ સિસ્ટમ પોર્ટલ પર ફોર્મ અને સોગંદનામું ડાઉનલોડ કરી શકાશે
 • ઉમેદવારીપત્ર અને સોગંદનામાની ફાઈલો 5 એમબી કરતા નાની અને પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરી શકાશે

પાલનપુર ડીસા અને ભાભર નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે. જેમાં ઉમેદવાર ઓનલાઇન ઉમેદવારીપત્ર પણ નોંધાવી શકશે. પોલ મોનીટરીંગ સિસ્ટમ પોર્ટલ પર ઉમેદવારીપત્ર અને સોગંદનામું ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારીપત્ર અને સોગંદનામાની ફાઈલો 5 એમબી કરતા નાની અને પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરી શકાશે. જેને લઈ ચૂંટણી પંચે જરૂરી ગાઈડલાઈન પણ બહાર પાડી છે. ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારોના ઉમેદવારી પત્રો હવે ઓનલાઈન નોંધાવી શકાશે.

આ અંગેની વિગતો આપતા ચૂંટણીપંચના સૂત્રોએ જણાવ્યું હતું કે" રાજ્ય ચૂંટણી આયોગના પોલ મોનીટરીંગ સિસ્ટમ મારફતે ઉમેદવારી નોંધાવવા ઉમેદવારો પોલ મોનીટરીંગ સિસ્ટમ પોર્ટલ http://sec-poll.guc.nic.in પર જઈ નિયત નમુનાનું ઉમેદવારી પત્ર અને સોગંધનામું ડાઉનલોડ કરી શકશે. ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો 1994માં કરેલી જોગવાઈઓ મુજબ ભરીને સ્કેન કરીને તૈયાર કરી ઉમેદવારી પત્ર તથા સોગંદનામું અપલોડ કરી શકાશે.

અપલોડ કરેલા ઉમેદવારીપત્ર અને સોગંદનામાં અસલમાં નિયમ 10 હેઠળ ચૂંટણી અધિકારીએ બહાર પાડેલ નોટિસમાં નિર્દેષ કરેલા સ્થળે બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ઉમેદવારે અથવા દરખાસ્ત કરનારે ચૂંટણી અધિકારીને સોંપવું પડશે. ઉમેદવારે નિયત થયેલી ડિપોઝિટની રકમ નિયત ફોર્મ ફી સંબંધિત ચૂંટણી અધિકારી પાસે નિયમ અનુસાર જમા કરાવવાની રહેશે. ઉમેદવારે ઉમેદવારી પત્ર અને સોગંધનામું અપલોડ કરેલું હશે પરંતુ અસલમાં પહોંચાડેલા નહીં હોય તો ઉમેદવારીપત્ર માન્ય નહીં ગણાય. અપલોડ કરવા ફાઈલો 5 એમબી કરતા નાની અને પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો