આજે વિશ્વ જળ દિવસ:પાલનપુરના મહિલા તલાટીનું જળસંચય માટે અભિયાન

પાલનપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલનપુર અને વડગામમાં બોર રિચાર્જ કરાવતા હિરલબેન ચૌધરી - Divya Bhaskar
પાલનપુર અને વડગામમાં બોર રિચાર્જ કરાવતા હિરલબેન ચૌધરી
  • બનાસકાંઠા સહિત સિદ્ધપુરના ખેડૂતોના બોર રિચાર્જ કરાવ્યા

પાલનપુર,દાંતીવાડા અને વડગામ વિસ્તારમાં ભુગર્ભ જળના તળ ઉડા ઉતરી રહ્યા છે.જેને લઈ ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની છે ત્યારે પાલનપુરના ગામની તલાટી મહિલાએ વિસ્તારમાં તળ ઉંચા લાવવા ભૂગર્ભ જળનું અભિયાન ખેડયું છે જેને લઇ બનાસકાંઠા સહિત સિદ્ધપુરમાં ખેડૂતોના બોર રિચાર્જ કરાવી રહી છે.

બનાસકાંઠામાં પાલનપુર વડગામ દાંતીવાડા જેવા તાલુકાઓમાં ભૂગર્ભ જળ નીચા ગયા છે આવનારા સમયમાં જો પાણીનો સંગ્રહ નહીં હોય તો આવનારા સમયમાં ખેડૂતોને પાણી માટે વલખા મારવા પડશે તેવી પરિસ્થિતિ સર્જાશે.પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામની ખેડૂતની દીકરી અને મોટી ભટામલ ગામે તલાટી તરીકે નોકરી સાથે સંકળાયેલ મહિલાએ ખેડૂતોના ખેતરમાં જુના કુવા રિચાર્જ કરવાનું બીડું ઝડપ્યું છે.છેલ્લા ચાર વર્ષથી આ મહિલા ખેડૂતોના ખેતરે ખેતરે ફરી અને જૂના કુવા રિચાર્જ કરવા સમજાવી રહ્યા છે.

સેમોદ્રા ગામે બે વર્ષ અગાઉ પાંચ ખેડૂતોના બોર ફેલ થઈ ગયા હતા આ વાત તલાટી મહિલાના ધ્યાને આવતા તેઓએ બીડું ઝડપ્યું અને ખેડૂતોના ખેતરમાં જુના કુવા રિચાર્જ કરવાનું અભિયાન હાથ ધર્યું હતું. પ્રથમ સેમોદ્રા ગામે ખેડૂતોને સમજાવી અને ખેડૂતના ખેતરમાં જુના કુવા રિચાર્જ થાય તેનું અભિયાન હાથ ધરી અને અત્યાર સુધીમાં આ તલાટી મહિલાએ પોતાના નોકરીના સમયમાંથી વધારાનો સમય કાઢી અને 500જેટલા ખેડૂતો પોતાના ખેતરમાં વરસાદી પાણી સીધું કૂવામાં ઉતારે તેવી વ્યવસ્થા કરાવી છે જુના કુવા રિચાર્જ થવાથી ખેડૂતોના ખેતરમાં પાણીના તળ પણ ઊંચા આવશે જ્યારે વરસાદી પાણી પીવાના લીધે શરીરના થતા રોગોથી પણ મુક્તિ મળે છે.

જો કે ખેડૂતોને સામાન્ય રીચાર્જ કરવામાં દસથી બાર હજારનો ખર્ચ થતો હોય છે જે ખેડૂતો પ્રયત્નોથી કરતા હોય છે પરંતુ અત્યારે તો સમગ્ર જિલ્લાના ખેડૂતો જુના કુવા રિચાર્જ કરી અને વરસાદી પાણી પોતાના ખેતરના કૂવામાં ઉતારે અને પાણીના તળ ઊંચા આવે એવું અભિયાન આ મહિલાએ હાથ ધર્યું છે જેથી આવનારા સમયમાં ખેડૂતોને અથવા લોકોને પાણીની મુશ્કેલી ન પડે તેવા પ્રયત્નો હાથ ધર્યા છે.

આ બાબતે તલાટી હિરલબેન ચૌધરીએ વડગામ અને પાલનપુર પંથકમાં ભુગર્ભ જળ ઉંડા ગયા છે નર્મદાની નહેર આવવાના કોઈ વિકલ્પ નથી અન્ય રીતે પણ પાણી કોઈ વ્યવસ્થા થાય એવું નથી ત્યારે ખેડૂતો માટે ભૂગર્ભ જળ એ જ એકમાત્ર વિકલ્પ થયો છે જોકે ખેડૂત આગેવાન ખેડૂતોએ હવે ખેડૂતોના ખેતરમાં જઈને દરેક ખેડૂતો વરસાદી પાણીનો સંગ્રહ કરી અને પોતાના કુવા રિચાર્જ કરે એવું અભિયાન હાથ ધર્યું છે દરેક ગામમાં 10 ખેડૂતોના કુવા રિચાર્જ થાય તો ભૂગર્ભજળ પણ ઊંચા આવે અને નદીના વહેણ પણ શરૂ થાય.

અન્ય સમાચારો પણ છે...