તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:બેંકના નામે ફોન કરી બસ ચાલક પાસે OTP મેળવી રૂ.50 હજાર પડાવ્યા

છાપી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • વડગામના નગાણા ગામના બસ ચાલકે કોલ કરી લોનની રકમ બીજા ખાતામાં જમા થઈ છે કરી ઓટીપી મેળવ્યો

પાલનપુર એસ.ટી. વિભાગમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવતાં વડગામના નગાણાના કર્મચારીએ અજાણ્યા શખ્સને ઓટીપી નંબર આપતા ખાતામાંથી રૂ.50,000 ટ્રાન્સફર થઇ ગયા હતા. વડગામ તાલુકાના નગાણા ગામના લક્ષ્મણભાઇ મોતીજી વાઘેલા (રાજપૂત) પાલનપુર એસટી વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. જેઓનો પગાર પાલનપુરની એસબીઆઈ બેન્કની મુખ્ય શાખામાં જમા થાય છે. જેમણે તારીખ 24/03/2021ના રોજ બેંકમાંથી રૂ.60 હજારની લોન લીધી હતી. જે રકમ તેમના ખાતામાં જમા થઇ હતી.

દરમિયાન તારીખ 27/03/2021ના રોજ મોબાઈલ નંબર 8250682079 ઉપરથી ફોન આવ્યો હતો. જેમાં અજાણ્યા શખ્સે હિન્દી ભાષામાં કહેલ કે બેન્કમાંથી બોલું છું અને તમારા લોનની રકમ બીજા ખાતામાં જમા થઈ ગઇ છે. માટે તમારો ઓટીપી આપો. જેથી વિશ્વાસમાં આવી ઓટીપી આપતા તેઓના ખાતામાંથી રૂ.50,000 ટ્રાન્સફર થઇ ગયા હતા. જોકે થોડીવાર પછી ફરી મેસેજ આવ્યો હતો. જેમાં ટ્રાન્સફર કરેલા ખાતામાંથી રૂ.50 હજારનો ઉપાડ થયાનો મેસેજ આવ્યો હતો. આ અંગે લક્ષ્મણભાઇ વાઘેલાએ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો