નિર્ણય:પાલનપુરમાં આખરે બાયપાસ મંજૂર,માર્ગ અને મકાન વિભાગ મંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેમાણા,પખાણવા ચડોતર ભાગલ થઈ જગાણાને સાંકળતો 25 કિમી લાંબો બાયપાસ બનશે

પાલનપુર એરોમા સર્કલ પરનું ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે જિલ્લા કક્ષાથી મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆતો કરવામાં આવી હતી. જેનું સુખદ પરિણામ મળ્યું છે. જ્યાં સરકારે પાલનપુર નજીક 25 કિલોમીટરના બાયપાસને સૈધ્ધાંતિક મંજુરીની મ્હોર મારી છે.બાયપાસ આબુ હાઇવે ઉપરના ખેમાણાથી નીકળી ચડોતર, થઇ અમદાવાદ હાઇવે ઉપરના જગાણાને સાંકળશે. જેનાથી ભારે વાહનો બારોબાર નીકળતાં ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.

દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે શહેરનો વિકાસ થાય તે માટે નિર્ણય લઇ બાયપાસને સૈધ્ધાંતિક મંજુરી આપી છે. જમીન સંપાદન માટે 80 કરોડ અને બાયપાસ નો માર્ગ બનાવવા માટે 300 કરોડ ફાળવ્યા છે આ બાયપાસ આબુ હાઇવે ઉપરના ખેમાણાથી નીકળી ચડોતર, થઇ અમદાવાદ હાઇવે ઉપરના જગાણાને સાંકળશે.

હવે વધારાની બીજી સુવિધા મળી
પાલનપુર એરોમા સર્કલે રૂપિયા 140 કરોડનો ફલાય ઓવરબ્રીજ અને 380 કરોડના ખર્ચે દરખાસ્ત કરાયેલા બાયપાસને પણ અગ્રતા આપવા અગાઉ રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં 25 કિલોમીટરનો બાયપાસ અંદાજીત રૂપિયા 380 કરોડના ખર્ચે આકાર પામશે.

અન્ય સમાચારો પણ છે...