વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે:પાલનપુરના બુઝુર્ગને 25 વર્ષમાં ક્રોબા સહિત 20 સાપ કરડ્યા પણ જીવદયાનું કામ ન છોડ્યું

પાલનપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇકબાલભાઇ શેખ- ફાઇલ તસવીર - Divya Bhaskar
ઇકબાલભાઇ શેખ- ફાઇલ તસવીર
  • હાથથી જ સાપ પકડી સલામત રીતે જંગલમાં મુકે છે

જીવજંતુનું પણ કુદરતે નિર્માણ કર્યુ છે. તેને મારવા એ મોટું પાપ છે. અલ્લાહે મને તેમને બચાવવા માટેની શક્તિ અર્પી છે. તો છેલ્લા 25 વર્ષથી જીવતા સાપ પકડી તેમને જંગલમાં છોડી આવું છુ. આ સેવાના કામ કરતાં મને એક કોબ્રા સહિત 20થી વધુ સાપે દંશ પણ માર્યા છે. છતાં અત્યારે જીવદયાનું કામ છોડ્યું નથી. આ વાક્યો ઉચ્ચારતી વખતે પાલનપુર જનતાનગર વિસ્તારમાં રહેતા સાપ પકડવામાં માહેરાત હાંસલ કરનારા બુઝુર્ગ ઇકબાલભાઇ શેખના ચહેરા ઉપર જીવદયાનું કામ કર્યાનો અનેરો સંતોષ જોવા મળતો હતો.

પાલનપુરના જનતાનગર વિસ્તારમાં રહેતા ઇકબાલભાઇ રસુભાઇ શેખે સાપ પકડવામાં માહેરાત હાંસલ કરી છે. સાપ પકડવાની કેવી રીતે શરૂઆત કરી તે અંગે તેમણે જણાવ્યું કે, 25 વર્ષ અગાઉ મિત્રો સાથે બાલારામના જંગલમાં ગયા હતા. જ્યાં ભમરા ઉડ્યા હતા. બધાને ભમરીઓ કરડતાં સારવાર લેવી પડી હતી. જ્યારે મને કશુ જ નતું થયુ.

વધુમાં તેમણે જણાવ્યું કે, આ પહેલા વિંછીએ મને ડંખ માર્યો હતો. જેમાં વિ઼ંછી મરી ગયો હતો. એના પરથી મને લાગ્યુ કે મને ઝેર ચઢતું નથી. આથી સાપ પકડવાની શરૂઆત કરી હતી. જેમાં અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં જીવતા સાપ પકડી જંગલમાં મુકી આવ્યો છુ. 20થી વધુ સાપે મને ડંખ માર્યા છે. જોકે, કુદરતે મને આ કામ સોપ્યું છે. તો ડર્યા વગર અત્યારે પણ સાપ પકડી રહ્યો છુ.

કોબ્રાએ દંસ મારતાં શરીરમાં 35 ટકા ઝેર
પાલનપુર ચેકપોસ્ટ નજીક મગફળીની ફેકટરીમાંથી કોબ્રા સાપ હાથની આંગળીએ કરડ્યો હતો. મહેસાણા લાયન્સ હોસ્પિટલના તબીબે ડો. અરાફાકભાઇએ સારવાર કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, તમારા શરીરમાં 35 ટકા જેટલું ઝેર છે. માટે નખ વધારવા નહી તેમજ કોઇને રકતનું દાન પણ કરવું નહી.

સાપને સલામત રીતે જંગલમાં છોડી દે છે
ઇકબાલભાઇ શેખની વય આજે 55 વર્ષની છે. તેઓ સાપ પકડવા જાય ત્યારે લાકડીની મદદ લેતા નથી. સાપને સીધો જ હાથથી પકડી લે છે. પછી તેને જંગલમાં સહિ સલામત મુકી આવે છે.

અન્ય સમાચારો પણ છે...