તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બનાસકાંઠા જિલ્લામાં બી. એસ. એન. એલ. ટાવરની બેટરીઓની ચોરી કરતી ટોળકીના પાંચ આરોપીઓને એલ. સી. બી. અને એસ. ઓ. જીની ટીમે ઝડપી લીધા હતા. અને ત્રણ ગૂનાના ભેદ ઉકેલ્યા હતા. બનાસકાંઠા જિલ્લા એલ. સી. બી. પીઆઇ એચ. પી. પરમાર અને એસ. ઓ. જી. પીઆઇ ડી. આર. ગઢવી સ્ટાફ સાથે આગથળા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે ઇકો ગાડી નં. જીજે. 1. ડી. એક્ષ. 2025 અને ટેમ્પો ગાડી નં. જીજે. 08.એયુ. 3054ને ઉભી રખાવી તલાસી લેતાં અંદરથી બેટરીઓ, કાર્ડ મળી આવ્યા હતા. આ અંગે બંને વાહનો સહિત કુલ રૂપિયા 6,44,100નો મુદ્દામાલ કબ્જે લઇ પાંચ શખ્સોની અટકાયત કરી હતી. જેમણે લાખણી તાલુકાના કાતરવા ગામે તેમજ દિયોદરમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
ઝડપાયેલા આરોપીઓ
અશોકભાઇ મોહનભાઇ વજીર (રહે. લાખણી),જયેશભાઇ પુખરાજભાઇ દરજી (રહે. લાખણી),રમેશભાઇ કરશનભાઇ વજીર (રહે. લાખણી),સકીલ અહેમદ મોલાનાસુબહાની શેખ (રહે. પાલનપુર),અરમાન મહમદભાઇ શેખ (રહે. પાલનપુર)
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.