તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ગઢના 6 ગામોમાં ટાવરોનું BSNLએ રૂ.60 હજારનું લાઈટબીલ ન ભરતાં જોડાણ કપાયું

ગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગઢ, મડાણા, દલવાડા, કુંભાસણ, સામઢી રાણાજીવાસ અને ટાકરવાડા ગામમાં બે દિવસથી ફોન તેમજ ઈન્ટરનેટ સેવા બંધ

ગઢ પંથકના છ ગામોમાં બીએસએનએલ ટાવરોનું બાકી નીકળતું 60 હજાર લાઇટબીલ નહીં ભરતાં વીજ જોડાણ કપાયું હતું. જેને લઇ છેલ્લા બે દિવસથી ઈન્ટરનેટ સેવા ખોરવાઈ જતા આ વિસ્તારની સરકારી સંસ્થાઓ સહિત વેપારીઓના ઓનલાઈન વેપાર ધંધા બંધ થઈ જતા લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

ગઢ પંથકમાં આવેલ ગઢ,મડાણા, દલવાડા, કુંભાસણ, ટાકરવાડા, સામઢી રાણાજીવાસ ગામમાં આવેલા 6 ટાવરોના બીએસએનએલ કંપનીએ બાકી નીકળતું 60,000નું વીજ બીલ નહીં ભરતા વીજ કંપનીએ ગુરૂવારે સવારે વીજ જોડાણ કાપી નાખતા ઈન્ટરનેટ તેમજ ફોન સેવા બંધ થઈ જતાં ઓનલાઈન સેવા બંધ થતાં ગ્રાહકોના કામો અટવાઈ ગયા છે.

આ અંગે ગઢ સ્કાયનેટ ITI કોલેજના ઇન્ચાર્જ હરિભાઈ ભૂટકાએ જણાવ્યું કે હાલમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષાના ફોર્મ ભરવાની કામગીરી ચાલુ હોઇ ઈન્ટરનેટ સેવા બંધ થતા કામગીરી ખોરવાઈ છે. અને આજુબાજુમાં મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ થવાથી હાલમાં બાળકોનું ઓનલાઈન કલાસ ચાલુ હોય તેને અસર થઈ છે. પોલીસ મથકમાં પણ ઓનલાઇન દાખલા મળતા નથી. સત્વરે બીએસએનએલ આ બાકી બીલના નાણાં ભરીને ઈન્ટરનેટ સેવા બહાલ કરે એવી અમારી માગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો