તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વાગત:ભાજપના પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ યુવા નેતા હિતેશ પટેલનું પાલનપુર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

પાલનપુર16 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા તાજેતરમાં વિવિધ મોરચાના અધ્યક્ષના નામોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ તરીકે યુવા નેતા એવા હિતેશ પટેલની વરણી થયા બાદ કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પાલનપુર ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું જીલ્લા ભાજપના આગેવાનો અને કિસાન મોરચાના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ હિતેશ પટેલ અંબાજી ખાતે માં અંબાના આશીર્વાદ લેવા જઇ રહ્યા હતા. ત્યારે પાલનપુર ખાતે જીલ્લા ભાજપ કાર્યાલય આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું ફટાકડા ફોડી ખેસ પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જીલ્લા ભાજપ, જીલ્લા ભાજપ કિસાન મોરચો તેમજ વિવિધ તાલુકા અને શહેરના મંડળો દ્વારા મોમેન્ટો, સાફો, હળ, શાલ અને પુષ્પગુચ્છ આપી નવનિયુક્ત પ્રદેશ પ્રમુખને સન્માનિત કરી આવકાર્યા હતા. આ પ્રસંગે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પાલનપુર જીલ્લા ભાજપ કાર્યાલય મારા માટે મંદિર અને કિસાન મોરચાના કાર્યકરો મારા માટે આરાધ્ય છે. આ પ્રસંગે જીલ્લા ભાજપ અને શહેર તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો