તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકામાં ભગવો:પાલનપુરમાં 32, ડીસામાં 27, ભાભરમાં 22 બેઠકો સાથે ભાજપની જીત

પાલનપુર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલનપુર નગરપાલિકા વોર્ડ નંબર 10માં ભાજપની પેનલ વિજય બનતા તમામ કાર્યકરોમાં ઉત્સાહમાં આવી ગયા હતા. - Divya Bhaskar
પાલનપુર નગરપાલિકા વોર્ડ નંબર 10માં ભાજપની પેનલ વિજય બનતા તમામ કાર્યકરોમાં ઉત્સાહમાં આવી ગયા હતા.
  • ભાજપના જીતેલા ઉમેદવારોમાં ઉત્સાહ ચરમસીમાએ, કોંગ્રેસે હાર સ્વીકારી

જિલ્લામાં 3 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં ફરી એકવાર ભાજપે સત્તા હાંસલ કરી છે. પાલનપુરમાં 44 બેઠકો માંથી 32 બેઠકો, ડીસામાં 44 બેઠકોમાંથી 27 બેઠકો જ્યારે ભાભરમાં 24 બેઠકો પૈકી 22 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. પાલનપુરમાં ગઈ વખત કરતા ભાજપને10 બેઠકનો ફાયદો થયો છે. જ્યારે કોંગ્રેસને 9બેઠકનું નુક્શાન થયું છે. ગઈ વખતે ભાજપ પાસે 23 બેઠકો હતી જે વધીને 32 થઈ છે જ્યારે કોંગ્રેસ પાસે 21 બેઠકો હતી જેમાં ઘટીને 12 બેઠકો થઈ ગઈ છે. પાલનપુરમાં ગત ચૂંટણીમાં 1,2,6 અને 10 નંબરમાં પેનલ આવી હતી જેની સામે આ વખતે 3,4,5, 7અને 11 નંબરના વોર્ડ સિવાય તમામ જગ્યાએ પેનલ આવી છે.

બીજી તરફ ડીસામાં પણ ભાજપે ભગવો લહેરાવ્યો છે અહીં 44 બેઠકોમાં આમ આદમી પાર્ટીએ 1 બેઠક મેળવી ખાતું ખોલી સહુને ચોંકાવ્યા છે. જ્યારે કોંગ્રેસના મેન્ડેડ વગર ઉભા રહેલા 15 અપક્ષ પણ જીત્યા છે. જ્યારે કોંગ્રેસના મેન્ડેડ પર 1 જણ જીત્યા છે. ભાભરમાં ગઈ વખતે ભાજપે 24માંથી 24 બેઠક મેળવી હતી આ વખતે ભાજપે 2 સીટ ગુમાવી છે. અહીં કોંગ્રેસનો 2 સીટ પર વિજય થયો છે.

જિલ્લો બનાસકાંઠા

કુલ પાલિકા 03, બહુમતી ભાજપ 03 (+03) , કોંગ્રેસ 00 (00) , અન્ય 00 (0)

નગરપાલિકાબેઠકભાજપકોંગ્રેસઅન્ય

પાલનપુર (11 વોર્ડ)

4432 (+9)12 (-10)00(0)
ડીસા (11 વોર્ડ)4427 (+6)01 (-5)15(-2)
ભાભર (06 વોર્ડ)2422 (-2)02 (+2)00(0)

*કૌંસના આંકડા 2015ના પરિણામ સાથેનો તફાવત દર્શાવે છે.

પાલનપુર પાલિકામાં વિજયી બનેલા ભાજપના નવા ચહેરા
પાલનપુર નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં ભાજપમાંથી આશિષ શાંતિલાલ પઢીયાર, વોર્ડ નં.2માં વર્ષાબેન કદમભાઇ લાટીવાલા, ભારતીબેન અંબાલાલ રંગવાણી, નરેશભાઇ મોતીભાઇ ભીલ, વોર્ડ નં.3માં અમી કાનજીભાઇ પટેલ, અતુલ શંકરભાઇ પ્રજાપતિ, વોર્ડ નં.6માં નેહા વિશાલકુમાર પરમાર, કિરણબેન દેવેન્દ્રભાઇ રાવલ, પાર્થકુમાર અશોકભાઇ ઠાકોર, મહેશભાઇ મણીલાલ ઠક્કર, વોર્ડ નં. 7માં રીનાબેન પ્રવિણજી ઠાકોર, નાગજીભાઇ દેવકરણભાઇ દેસાઇ, વોર્ડ નં. 8માં સુનીતાબેન કનુભાઇ પટેલ, શિલ્પાબેન અતુલકુમાર જોષી, દીપકકુમાર મુળચંદભાઇ પટેલ, વોર્ડ નં.9માં કવિતાબેન જીતેન્દ્રકુમાર પ્રજાપતિ, દિલીપકુમાર અંબાલાલ પટેલ, પિયુષકુુમાર મુળચંદભાઇ પટેલ, વોર્ડ નં. 10માં જયશ્રીબેન પાર્થસારથી પરમાર, જાગૃતિબેન વિજયકુમાર મોઢ, વોર્ડ નં. 11માં જયેશકુમાર ખેમચંદભાઇ પરમાર અને ગીતાબેન ધીરૂભાઇ પટણી પહેલીવાર ચૂંટાઇ આવ્યા હતા.

પાલનપુર પાલિકામાં વિજયી બનેલા કોંગ્રેસના નવા ચહેરા
​​​​​​​પાલનપુર નગરપાલિકામાં વોર્ડ નં. 4માં અફસાનાબીબી અસ્લમભાઇ સિલાવટ, તાહેરાબાનુ હૈદરભાઇ ઘોબી, મહંમદઅલી રસુલભાઇ મનસુરી, અબરાર હુસેન અલ્તાફ હુસેન શેખ, વોર્ડ નં. 5માં મહેફુજાબાનુ તૌસીફભાઇ સિંધી, રૂકશારબાનુ ફજામીયા સિંધી, સાહીલહુસેન આબીદ હુસેન કુરેશી અને સરફરાજ મોહંમદહુસેન સિંધી, વોર્ડ નં. 11માં નરેશભાઇ અમૃતભાઇ પટેલ

માઈક્રો પ્લાનિંગથી ભાજપ જીત્યું
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ડીસા અને ભાભર નગરપાલિકામાં ભાજપ માઇક્રોનથી જીત્યું છે પક્ષ પ્રમુખ તરીકે આર પાટીલ આવ્યા બાદ ચૂંટણી મેનેજમેન્ટમાં પેજ પ્રમુખની ફોર્મ્યુલા અપનાવવામાં આવી હતી જે ફોર્મ્યુલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અપનાવવામાં આવ્યા બાદ તે નાના શહેરો અને ગામડાઓમાં પણ એક્ટિવ કરવામાં આવી હતી અને માઇક્રો મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું ઉપરાંત મતદાન માટે જે લોકો બાકી રહી ગયા છે તેમને બહારથી બોલાવીને પણ મતદાન કરાવવામાં આવ્યું હતું આ પ્રકારની ગંભીરતા વિપક્ષએ લીધી ન હતી અને પરિણામ ભાજપ તરફી રહ્યું હતું.

સૌથી વધુ મત કોંગ્રેસના ઉમેદવારે મેળવ્યા
પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3માં કોંગ્રેસના ઉમેદવાર આશાબેન રાવલે 1 થી 11 વોર્ડમાં સૌથી વધુ 3990 મતો મેળવ્યા હતા. જ્યારે વોર્ડ નંબર 11ના અપક્ષ ઉમેદવાર મહેશકુમાર વીરાભાઇ ડાભીને સૌથી ઓછા 84 મતો મેળવ્યા હતા.

પાલનપુરમાં 3 જાગૃતિ (મહિલા)ઓ આવી
ભાજપે જાગૃતિ નામની બે મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી.જેમાં બંને મહિલા ઉમેદવારો વિજેતા બની હતી. જ્યારે કોંગ્રેસે જાગૃતિ નામની એક મહિલાને ટિકિટ આપી હતી તે પણ વિજેતા થઈ હતી. આમ પાલનપુર નગરપાલિકામાં કુલ ત્રણ જાગૃતિ નામની મહિલાઓ વિજેતા થઈ છે.

પૂર્વ પ્રમુખોએ બીજી વખત બાજી મારી
પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં અગાઉ પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા હર્ષાબેન મહેશ્વરી, હસમુખભાઇ પઢિયાર, નિલમબેન જાની વિજેતા બન્યા હતા. તો પૂર્વ પ્રમુખ અશોકભાઇ ઠાકોરના પુત્ર પાર્થ ઠાકોર, અમૃતભાઇ જોષીના પુત્ર કૌશલભાઇ જોષી પણ ચૂંટાઇ આવ્યા હતા.

43 પોસ્ટલ મતો અમાન્ય રહ્યા
​​​​​​​પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં કર્મચારીઓને આપવાના થતા પોસ્ટલ વોટ 201 આવ્યા હતા જે પૈકી 43 મતો અમાન્ય રહ્યા હતા. મોટા ભાગના અમાન્ય મતોમાં એકરાર કરેલું ન હોઈ એવા મતો ગણતરીમાં લેવાયા ન હતા.

પાલનપુરમાં મતગણતરી કેન્દ્ર બહાર એકતરફનો માર્ગ બંધ રાખવો પડ્યો
જગાણા એન્જીનીયરીંગ કોલેજ ખાતે પાલનપુર અમદાવાદ હાઇવે માર્ગ એક તરફ બંદ રાખવામાં આવ્યો હતો. ફુલહાર અને ભાજપના ઝંડા લઈને મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા,જ્યારે કોઈ ઉમેદવાર જીતીને બહાર આવે કે તરતજ કાર્યકરો ફુલહાર પહેરાવી ગળે મળી તેડી લેતા હતા, પોલીસ દ્વારા હાઇવે પર ના સાધનો રોકવામાં આવતા હતા જેથી કોઈ જાનહાની ના થાય તે માટે પોલીસ સતર્ક હતી.

અન્ય સમાચારો પણ છે...