પેટા ચૂંટણી પરિણામ:થરા નગરપાલિકાની 24માંથી 20 બેઠક પર ભાજપનો વિજય, વોર્ડ નંબર 6ની 4 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત

બનાસકાંઠા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાંતા તાલુકાની જીતપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા
  • અમીરગઢ તાલુકા પંચાયતની ધનપુરા સીટ ઉપર તેમજ પાલનપુર તાલુકા પંચાયતની બેઠક પર પણ કોંગ્રેસના ઉમેદવારે જીત મેળવી

બનાસકાંઠા જિલ્લાની ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. જેનું આજે મંગળવારે પરિણામ જાહેર થયુ હતું. થરા નગરપાલિકાની મતગણતરી પૂર્ણ થઈ છે. જેમાં 24 માંથી 20 બેઠક પર ભાજપે કબજ કર્યો છે. આ ઉપરાંત દાંતા તાલુકાની જીતપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે અમીરગઢ તાલુકા પંચાયતની ધનપુરા સીટ ઉપર તેમજ પાલનપુર તાલુકા પંચાયતની બેઠક પર પણ કોંગ્રેસના ઉમેદવારે જીત મેળવી હતી.

બનાસકાંઠાની થરા નગરપાલિકાની મતગણતરી પૂર્ણ થઈ છે. જેમાં 24 માંથી 20 બેઠક પર ભાજપે કબજ કર્યો છે. જ્યારે વોર્ડ નંબર 6ની 4 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે. જોકે, આમ આદમી પાર્ટી ખાતુ પણ ખોલાવી શકી ન હતી. આ ઉપરાત દાંતા તાલુકાની જીતપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બેનીબેન વિજેતા થયા છે. જ્યારે પાલનપુર તાલુકાની ગઢમડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મયુર કુમાર બોરિયા 100 મતથી વિજેતા થયા છે. અમીરગઢ તાલુકા પંચાયતની ધનપુરા સીટ ઉપર કોંગ્રસે ભાજપની સીટ છીનવી હતી. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ ભીખાભાઈ રાઠોડનો 189 મતથી વિજય થયો હતો. જેને લઈ કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બેઠક પર ભાજપના ઉમેદવારનું મૃત્યું થતા ચૂંટણી યોજાઈ હતી.

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મહિલા વિજેતા થરા નગરપાલિકાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગીરાબેન ધીરજકુમાર શાહ વોર્ડ નંબર 1 માંથી ભાજપમાંથી વિજેતા બન્યા હતા. કોંગ્રેસના 2 અગ્રણી ભાજપમાં આવતા 4 બેઠકોનો ફાયદો થયો થરા નગરપાલિકામાં ભાજપમાં કોંગ્રેસના અગ્રણી પ્રગતિ બેંકના ચેરમેન ચીનુભાઈ શાહ તેમજ થરા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ કોંગ્રેસના અગ્રણી ધીરજ શાહ ભાજપમાં જોડાતા 4 સીટોનો ફાયદો થયો હોવાનું થરા શહેર પ્રમુખ અનુભા વાઘેલાએ જણાવ્યું હતું એલસીબીના પોલીસ કર્મીની પત્ની વિજેતા પાલનપુર એલ.સી.બી.માં ફરજ બજાવતા જયપાલસિંહ સજુભા વાઘેલાના ધર્મ પત્ની નિતબબા જયપાલસિંહ વાઘેલા પણ આ ચૂંટણીમાં વિજેતા બન્યા છે.

થરા પાલિકામાં ભાજપ ના વિજેતા ઉમેદવારોની યાદી
વોર્ડ.નં.1
અશરફ મહંમદ સાદિક મેમણ, ગીરાબેન ધીરજકુમાર શાહ, રસીકભાઇ ગોરધનભાઇ પ્રજાપતિ, વજીબેન રાયમલભાઇ પટેલ
વોર્ડ નં.2
ચંપાબેન પરસોતમભાઇ રાવળ, જશોદાબેન રધુભાઇ મકવાણા, નૈષદકુમાર ચિનુલાલ શાહ, પુંજાજી મફાજી તેરવાડીયા
વોર્ડ નં.3
પૃથ્વીરાજસિંહ ચંદ્રસિંહજી વાધેલા, ચેતનાબેન અનિલકુમાર સોની, લાખુબેન અમરતભાઇ દેસાઇ, ભુપતભાઇ ગોહિલ (બિનહરીફ)
વોર્ડ.4
નિતબબા જયપાલસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ કેશુભા વાઘેલા, વિક્રમસિંહ બેચરસિંહ વાઘેલા, સોનલબેન ધીરજકુમાર ઠકકર
વોર્ડ.ન.5
અંજનાબેન જીતેન્દ્રકુમાર શાહ, દિપાલીબેન યાજ્ઞીકકુમાર અખાણી વસંતજી જેસુંગજી ધાંધોસ વિક્ર્મભાઇ ખેમાભાઇ પરમાર

થરા પાલિકામાં કોંગ્રેસના વિજેતા ઉમેદવારોની યાદી

વોર્ડ 6
ભાવનાબેન સંજયજી ચાવડા, ભુદરજી ધુડાજી જગાણી, રાકેશકુમાર સેવંતીલાલ શાહ, સાકરબેન વિજયકુમાર ઠાકોર

જિ.પં.નું પરિણામ
જિ.પં.બેઠકભાજપ
અરવલ્લીનાંદોજ1

ઉ.ગુ. નગરપાલિકાના પરિણામ

નગર પાલિકાભાજપકોંગ્રેસબીનહરિફકુલ
થરા1644(ભા)24
વડનગર વોર્ડ71001
મહેસાણા વોર્ડ111001
રાધનપુર વોર્ડ-71001
ચાણસ્મા વોર્ડ-50001(ભા)1
ધાનેરા વોર્ડ-40101
મોડાસા વોર્ડ-21001
કુલ20505(ભા)30

તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનું પરિણામ

તા.પં. બેઠકભાજપકોંગ્રેસઅાપકુલ
મહેસાણા વડસ્મા0101

સતલાસણા રાણપુર

0101
રાધનપુર ચલવાડા0101
દાંતા -જીતપુર0101
દાંતા- કુંભારીયા0101
પાલનપુર-મડાણા0101
દાંતીવાડા -ગોઢ1001

ધાનેરા પાલિકાની એક બેઠક પર કોંગ્રેસના કોંગ્રેસના ઇન્દ્રાબેન ઠાકોર વિજેતા
ધાનેરા વોર્ડ 4 ની એક બેઠકની પેટા ચૂંટણી મતગણતરી મંગળવારે પ્રાંત કચેરી ખાતે કરવામાં આવી હતી 2156 મતદારોના મતદાનમાં કોંગ્રેસના ઉમેદવાર ને- 1089, ભાજપના ઉમેદવારને- 817 , આપ પાર્ટીના ઉમેદવારને- 227 તથા નોટામાં- 23 મતો પડ્યા હતા જેથી ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રાબેન બળવંતભાઇ ઠાકોરને વિજેતા જાહેર કર્યા હતા. જેથી ધાનેરા નગરપાલિકામાં 16 બેઠક કોંગ્રેસની અને 12 બેઠક ભાજપની થઈ છે.

દાંતીવાડાની પેટા ચૂંટણીમાં એક સીટ ભાજપ અને એક સીટ કોંગ્રેસના ફાળે
દાંતીવાડા તાલુકામાં ગોઢ સીટમાં ભાજપમાં ટીનાબેન ઈશ્વરભાઈ પટેલને 1770 મત મળતા તેઓ વિજેતા જાહેર થયા હતા. જ્યારે કોંગ્રેસમાં ઠાકોર શારદાબેન પ્રધાનજીને 906 મત મળ્યા હતા.અને આમ આદમી પાર્ટીના બબીબેન શીવાભાઈ મકવાણા (ઠાકોર)ને 607 મત મળ્યા હતા.તેમજ નાંદોત્રા ઠા.વાસની સીટ પરથી ભાજપ પાર્ટી તરફથી કાંતાબેન કરશનભાઇ મકવાણાને 427 મત,આમ આદમી પાર્ટીના શુશીલાબેન ડાયાભાઈ મકવાણાને 210 તેમજ કોંગ્રેસના શ્રદ્ધાબેન ચેલાભાઈ ચૌહાણને 517 મત મળતા તેઓ વિજેતા જાહેર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...