તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પક્ષ પલટો:ભાજપમાં ભંગાણ, પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ ભરત પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા, વોર્ડ નંબર 8માંથી ફોર્મ ભર્યું

બનાસકાંઠા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપમાં સગા ભાઈ-ભતિજાવાદ ચાલે છે તેવા આકરા પ્રહારો કર્યા
  • તેઓ વોર્ડ નં. 8માંથી આમ આદમી પાર્ટીની અંદર જોડાયા અને પરિવર્તનના કામો કરવાની વાત ઉચ્ચારી

ભાજપના પૂર્વ શહેર પ્રમુખ ભરત પટેલ આમ આદમી પાટીમાં જોડાઇ ગયા છે. તેમણે જણાવ્યું કે, ભાજપમાં સગા ભાઈ-ભતિજાવાદના કારણે આ નિર્ણય લેવા પડ્યો છે. જેના કારણે તેમણે પાર્ટીના નિયમો ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. રોડ, રસ્તા, ગટરોના વર્ષો જુના બાકી કામ કરીને તેઓ આ વિસ્તારમાં પરિવર્તન લાવશે.

ભાજપમાં સગા ભાઈ-ભતિજાવાદ ચાલે છેઃ ભરત પટેલ
પાલનપુર નગરપાલિકાની ચૂંટણમાં ભાજપમાં ભંગાણ જોવા મળી રહ્યા છે. ત્યારે ભાજપના પૂર્વ શહેર પ્રમુખ ભાજપ સાથે છેડો ફાડીને આમ આદમી પાટીમાં જોડાઇ ગયા છે. ભાજપ પૂર્વ શહેરના પ્રમુખ ભરત પટેલે આપમાંથી વોર્ડ નંબર 8માંથી ફોર્મ ભર્યું હતું. તેમણે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપામાંથી તેઓ છેલ્લા પાંચ વર્ષથી ચૂંટણી લડવા માટે ટિકીટ માંગે છે, છતાં પણ ભાજપમાં સગા ભાઈ-ભતિજાવાદ ચાલવાને કારણે ભાજપના નિયમો પર સવાલો ઉઠાવ્યા છે. વધારેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ પાલનપુર શહેરમાં 2003થી ભાજપમાં પ્રમુખ પણ કહી ચુક્યા છે. ભાજપમાં સેવા કરતી વખતે અનેકો હોદ્દાઓ સંભાળ્યા છે, છતાં પાર્ટીએ તેમની કદર કરી ન હોતી.

BJPના વિકાસના કાર્યો પર પણ સવાલો ઉઠાવ્યા
ભાજપે વોર્ડ નંબર 8માંથી દિપક પટેલને ટિકીટ આપી દીધી હતી. જેના કારણે ભરત પટેલને પોતાના સાથે અન્યાય થયાનો અહેસાસ થતા તે રોષે ભરાયા હતા. તેમણે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, BJPએ લોકોના વિકાસના કામો માત્ર કાગળો પર જ કર્યા છે, પરંતુ આપમાં જોડાયા પછી તેઓ તમામ કાગળ પરના કામોને હકીકતમાં કરીને પ્રજાની સેવા કરશે.

જેમાં તેઓ રોડ, રસ્તા, ગટરોના વર્ષો જુના બાકી કામ કરીને બતાવવાના ઉદ્દેશ્ય સાથે વોર્ડ નંબર 8માંથી આમ આદમી પાર્ટીની અંદર જોડાશે અને વિસ્તારમાં પરિવર્તન લાવવા માટે મહેનત કરશે તેવા વચનો આપ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો