તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બનાસકાંઠામાં ગઈ કાલે ફોર્મ પરત ખેંચવાની આખરી તારીખ બાદ આજથી જ ચૂંટણીનો પ્રચાર-પ્રસાર ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભાભરમાં પણ આજે ભાજપ દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગત વખતે ભાભરમાં ભાજપે તમામ 24 સીટો જીતીને પૂર્ણ બહુમતી સાથે 5 વર્ષ સુધી શાસન કર્યું હતું. ત્યારે આ વખતે પણ ફરીથી સંપૂર્ણ સીટો કબજે કરવાનાં સંકલ્પ સાથે ભાજપે ચૂંટણીનો પ્રચારની કરવાની શરૂઆત કરી દીધી છે. આજે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શંકર ચૌધરીએ ભાજપ કાર્યકરોને જંગી બહુમતથી જીતાડવા માટે આહવાન કર્યું હતું.
કાર્યક્રમમાં લોકોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
ભાભર પાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને ભાજપે આજે પોતાના કાર્યાલયનો શુભારંભ કર્યો છે. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી શંકર ચૌધરીના હસ્તે કાર્યાલય ખુલ્લુ મુકાવવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ મંત્રી શંકર ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ અને અન્ય ભાજપ નેતાઓએ નોંધાવી હાજરી નોંધાવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને ઉમેદવારો સહિત તેમના સમર્થકોએ હાજરી આપી હતી. આ તમામ કાર્યાલયના ઓપનિંગનું કાર્યક્રમ સમાપ્ત કર્યા પછી આર્યસમાજની વાડીમાં સભાનું સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં શંકર ચૌધરીએ ભાજપના 24 ઉમેદવારોને જીતાડવાની હાકલ કરી હતી. આમાં ઉપસ્થિત તમામ ભાજપના કાર્યકરો અને લોકોએ તેમની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.