તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:ભાજપના આગેવાનો ખેસ પહેરી વરરાજાની જેમ હોસ્પિટલમાં આટા મારે છે : અર્જુન મોઢવાડીયા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ ધારાસભ્યોના ડેલિગેશને બનાસકાંઠા જિલ્લાની સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી

કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડીયા સહિત બનાસકાંઠાના કોંગ્રેસના ધારાસભ્યોના એક ડેલિગેશને બનાસકાંઠા જિલ્લાની સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી છે. જેમાં અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું છે કે ભાજપના આગેવાનો ખેસ પહેરી વરરાજાની જેમ હોસ્પિટલમાં આટા મારે છે.

જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓને રૂબરૂ મળી તેમની સ્થિતિ જાણી

કોરોના મહામારીના મામલે આજે કોંગ્રેસનું ડેલિગેશન બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવ્યું હતું. અને જિલ્લાની સરકારી હોસ્પિટલની મુલાકાત લઈ કોંગ્રેસ આગેવાનોએ દર્દીઓની પરિસ્થિતિ અને સરકારના આયોજનનું જાત નિરીક્ષણ કર્યું હતું. બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં અત્યારે કોરોના મહામારી હાહાકાર મચાવી રહી છે. જીલ્લામાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધવા લાગ્યું છે. જેને લઈ ગામો અને શહેરો સ્વયંભૂ બંધ પાળવામાં આવી રહ્યાં છે. જેથી કરીને કોરોના સંક્રમણની ચેન તોડવાના વેપારીઓ તેમજ તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

જિલ્લામાં ઓક્સિજનનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળતો નથી

ત્યારે આજે કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડીયા સહિત બનાસકાંઠાના કોંગ્રેસના ધારાસભ્યોનું એક ડેલિગેશને બનાસકાંઠા જિલ્લાની સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અને કોરોના દર્દીઓને રૂબરૂ મળી તેમની સ્થિતિ જાણી હતી. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે હાલ બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજનનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળતો નથી. અહિયા આજે પણ દર્દીઓને માટે બેડ નથી. આજે પણ દર્દીઓની સંખ્યા ખુબજ મોટા પ્રમાણમાં છે. અહીંયા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખેસ પહેરી ને વરરાજા જેમ આટા મારે છે. અને હોસ્પિટલમાં ડોક્ટરો અને પેરામેડીકલ સ્ટાફ દિવસ-રાત મહેનત કરી રહ્યાં છે એમને ડિસ્ટપ કરે છે.

અન્ય સમાચારો પણ છે...