હાલાકી:ખસા ગામના બસ સ્ટેન્ડ નજીકનો મુખ્યમાર્ગ બિસમાર, લોકો હેરાન

ગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરના ખસા ગામનાં પ્રવેશદ્વારથી વણકરવાસ સુધીના ડામર રોડ ઉપર ગાબડા પડી જવાથી વાહનચાલકો સહિત રાહદારીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ગઢથી કાણોદર જતા માર્ગ ઉપર આવેલ ખસા ગામનાં પ્રવેશદ્વારથી વણકરવાસ સુધીનો માર્ગ બિસમાર હાલતમાં છે. સરપંચ અજમલજી ઠાકોરના જણાવ્યા અનુસાર આ રોડ ઉપરથી મોટા વાહનો નીકળે છે. જેથી માર્ગ ઉપર ગાબડા પડી ગયા છે. બાજુમાં જ ઝાપડી માતાજીનું મંદિર આવેલું હોવાથી દર્શનાર્થીઓ અહીંથી પગપાળા નીકળે એટલે પણ તકલીફ પડે છે.બાઇક ચાલકો પણ ઘણીવાર પડી જાય છે અને અવારનવાર અકસ્માત સર્જાય છે.માર્ગ અને મકાન વિભાગ સત્વરે માર્ગ રીપેર કરાવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...