તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:પાલનપુર નજીક કારની ટક્કરે બાઇક ચાલકનું મોત

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાલનપુર - અંબાજી હાઇવે ઉપર રતનપુર નજીક રવિવારે મોડીસાંજે કારની ટક્કરે પાલનપુર તાલુકાના નળાસર ગામના બાઇક ચાલક યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ.આ બનાવ અંગે પોલીસને જાણ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.આ બનાવને લઈ ગમગીની છવાઈ ગઈ હતી.

પાલનપુર - અંબાજી હાઇવે ઉપર રતનપુર મેરવાડા વચ્ચે સર્જાયેલા અકસ્માતની વિગતો એવી છે કે, નળાસર ગામના મેહૂલભાઇ ભાટીયા (ઉ.વ.20) બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા. ત્યારે પુરઝડપે આવેલી કારે ટક્કર મારી હતી. અકસ્માતને પગલે પાલનપુર 108ના પાયલટ જીતુભાઇ પ્રજાપતિ અને ઇએમટી ધવલભાઇ જેતપુરા ઘટનાસ્થળે દોડી ગયા હતા. જોકે, અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત મેહુલભાઇ ભાટીયાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો