તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:પાલનપુર ખેમાણા ટોલનાકા પાસે બાઈક ચાલક ડીવાઇડર સાથે અથડાયો, માથાના ભાગે ગંભીર ઇજા

પાલનપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્ત ઈસમ ને સારવાર અર્થ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

બનાસકાંઠા જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવે છે. પાલનપુર તાલુકાના ખેમાણા ટોલનાકા નજીક હેબતપુર પાટીયા પાસેથી પસાર થઈ રહેલા એક બાઈકના ચાલકે ડિવાઈડર સાથે અથડાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં આજે પાલનપુર તાલુકાના ખેમાણા ટોલનાકા નજીક હેબતપુર પાટીયા પાસે રાજસ્થાનના એક ઇસમ બાઇક લઇને ખેમાણા ટોલનાકા નજીકથી પસાર થઈ રહ્યો હતા, તે દરમિયાન અગમ્ય કારણોસર ડિવાઈડર સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેને એમ્બ્યુલન્સ મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેની સારવાર હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...