તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:બાઇક ચોર ઝડપાયો, ડીસા અને પાલનપુરમાંથી ચોરાયેલા આઠ બાઇક સહિત કુલ રૂ.2.5 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

પાલનપુર11 દિવસ પહેલા
 • બનાસકાંઠા જિલ્લા એલસીબી ટીમને બાઈક ચોરીના ગુનાઓ ઉકેલવામાં મોટી સફળતા મળી
 • બાઇક ચોરનાર શખ્સની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. એમાં ડીસા અને પાલનપુરમાં અનેક જગ્યાએ બાઈકની ઉઠાંતરી થતા જિલ્લા એલસીબીની ટીમ સક્રિય બની હતી. જે દરમિયાન આજે પાલનપુરના માલણ દરવાજા પોલિટેકનિક પાસે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાઇક લઇને નીકળેલા એક શંકાસ્પદ શખ્સને ઉભો રાખી તેની પૂછપરછ કરતાં તેની પાસેથી ચોરી કરેલું બાઈક મળી આવ્યું હતું.

તમામ બાઈક ડીસાના રાણપુર ગામમાં લાલજી વાઘણીયાના મકાનમાં છુપાવી

તેમજ પોલીસે તેની સઘન પૂછપરછ કરતા તેને ડીસા અને પાલનપુરમાં અલગ અલગ આઠ જગ્યાએ બાઈકની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. અને આ તમામ બાઈક ડીસાના રાણપુર ગામે આવેલ લાલજી વાઘણીયાના રહેણાંક મકાનમાં સંતાડયા હોવાનું જણાવતા પોલીસે તમામ બાઈક કબજે કર્યા હતા. પોલીસે બાઈક ચોર જીગર પટેલ ની અટકાયત કરી આઠ ચોરી કરેલા બાઇક સહિત કુલ રૂપિયા 2.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો