ફરિયાદ:દિયોદરના લવાણા નજીક ઇકોની ટક્કરે બાઇક સવારને ઇજા

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિયોદર તાલુકાના લવાણા નજીક ઇકો ગાડીની ટક્કરે બાઇક સવારને ઇજાઓ થવા પામી હતી. ઇકો ગાડી નં. જીજે. 01. કે. એલ. 7107ના ચાલકે ગાડી રોંગ સાઇડે ચલાવી બાઇક નં. જીજે. 08. સીડી. 6545ને ટક્કર મારી હતી. જેમાં બાઈક ચાલક દિલીપભાઇ નીચે પયકાતાં શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. આ અંગે મીઠી પાલડીના નરેશભાઇ રમેશભાઇ સોલંકીએ દિયોદર પોલીસ મથકે ઈકો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...