તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદાતા જાગો:ડીસામાં મતદાન જાગૃતિ અંગે શિક્ષકો દ્વારા બાઇક રેલી યોજાઈ, લોકોને વિવિધ સ્લોગનો થકી વાત પહોંચાઇ

પાલનપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડીસામાં મતદાન જાગૃતિઅંગે શિક્ષકો દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું - Divya Bhaskar
ડીસામાં મતદાન જાગૃતિઅંગે શિક્ષકો દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું
  • આ રેલીને ડીસા સીટી મામલતદાર દ્વારા લીલી ઝંડી આપવામાં આવ્યા બાદ આગળ વધી હતી
  • મતદાતા જાગે અધિકાર માંગે, મત આપો લોકશાહી બચાવો જેવા સ્લોગન સાથે બાઇક રેલી યોજાઈ
  • ડીસાના જાહેર માર્ગો પર આ બાઇક રેલી યોજાઈ હતી, જેથી લોકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાય

આગામી 28 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. જેના ભાગરૂપે સરકાર દ્વારા લોકોમાં મતદાન વિશે જાગૃતિ આવે લોકો વધુ મતદાન કરે તેના ભાગરૂપે અવનવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા લોકોમાં જાગૃતિ આવે તેના ભાગરૂપે ડીસા ખાતે મતદાન જાગૃતિના કાર્યક્રમનું આયોજવા કરવામાં આવ્યો હતો.

લોકોમાં મતદાન વિશે જાગૃતિ લાવવા રેલી યોજાઈ
જેમાં ડીસા સરકારી શાળાના શિક્ષકોએ બાઇક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં ડીસા મામલતદાર કચેરીથી સીટી મામલતદાર લાલજી મકવાણાએ લીલી ઝંડી આપી બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ બાઇક રેલીમાં શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ અંગેના અલગ-અલગ સ્લોગનો વાળા પોસ્ટર બાઇક પર લગાડીને ડીસાના જાહેર માર્ગ પર બાઇક રેલી કાઢી હતી.

આ રેલી અલગ અલગ વિસ્તારોમાં કાઢવામાં આવેલી અને લોકોમાં મતદાન વિશે જાગૃતિ આવે એને તેઓ વધુ મતદાન કરે તેના માટે આયોજન કરવામાં આવ્યું હતું. મોટાભાગના વિસ્તારોમાં ફરીને આ રેલી મામલતદાર કચેરીએ આવી પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો