વીડિયો:ઇકબાલગઢમાં અસામાજિક તત્વો દ્વારા પાર્ક કરાયેલા બાઈકને તોડફોડ કરી નુકસાન કરતા સીસીટીવી સામે આવ્યા

પાલનપુરએક મહિનો પહેલા
  • પોતાના ઘર આગળ વાહનો પાર્ક કરવામાં પણ રહીશોમાં ભય

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં કેટલાક ઈસમો દ્વારા રાત્રી દરમિયાન પાર્ક કરેલા બાઈકને તોડફોડ કરી નુકસાન કરી અરીસા ચોરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. જેને લઈ ઇકબાલગઢના રહીશોને વાહનો પાર્ક કારવામાં ભય જોવા મળ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢમાં રાત્રી દરમિયાન ઘર આગળ પાર્ક કરેલા બાઈકને અજાણ્યા ઈસમો દ્વારા તોડફોડ કરી નુકસાન કરતા સીસીટીવી વીડિયો વાયરલ થયો છે. જેમાં પાર્ક કરેલી બાઇકને પહેલા એક વક્તિ સાઈડ ગ્લાસ તોડવાનો પ્રયત્ન કરે છે, જ્યારે બીજી વ્યક્તિ બીજા ગ્લાસ બે તોડવાનો પ્રયત્ન કરે છે અને બીજા બે વ્યક્તિ એમની મદદમાં આવે છે. એમ ટોટલ ચાર વક્તિ બાઇકને તોડફોડ કરતા સીસીટીવી કેમરામાં જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...