તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં કોરોનાને લઈ મોટી રાહત, આજે ફક્ત ચાર કેસ

પાલનપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે જિલ્લાના 10 તાલુકામાં એકપણ કેસ નહીં

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ સદંતર ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને લઇ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.જેમાં જિલ્લાના 4 તાલુકામાં ચાર કોરના પોઝિટિવ કેસ નોંધાયા છે કોરોનાની મહામારીની બીજી વેવમાં જિલ્લામાં પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસ અઢીસોથી ત્રણસો સામે આવતા હતા. જોકે, અત્યારે કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે જિલ્લામાં નવા 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીની બીજી વેવમાં કોરોના સંક્રમણ તેજીથી વધી રહ્યું હતું. જેને, લઈ તંત્ર અને વેપારીઓ દ્વારા કોરોના સંક્રમણ નીચેના તોડવા માટે જિલ્લાના અનેક શહેરો અને ગામો સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યા હતા. જેને લઇને હાલ કોરોના પોઝિટિવ કેસોમાં સદંતર ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં જિલ્લાના 14 તાલુકાઓમાંથી માત્ર 4 તાલુકામાં ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...