સ્વાગત:'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત BSF દ્વારા આયોજીત સાઇકલ રેલીનું ધાનેરા ખાતે ભવ્ય સ્વાગત કરાયું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • BSF ગુજરાત દ્વારા રાયથનવાલાથી કેવડીયા સુધી 723 કિ.મી. લાંબી સાઇકલ રેલીનું આયોજન કરાયું

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બી.એસ.એફ.) દ્વારા સમગ્ર દેશમાં સાઇકલ રેલી યોજાઈ છે. સીમા સુરક્ષા બળ ગુજરાત દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવના અવસરે રાયથનવાલા (જેસલમેર) થી કેવડીયા (ગુજરાત) સુધી 723 કિ.મી. લાંબી સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

જે સાઇકલ રેલી તા. 26-10-2021ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે પહોંચશે. આ સાઇકલ રેલીનું આજે તા.20 ઓક્ટોબર-2021ના રોજ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા મોડેલ સ્કુલ ખાતે આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સાઇકલ રેલીમાં જોડાયેલા બી.એસ.એફ. જવાનોને ફુલહાર પહેરાવી તેમનું ભાવભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બી.એસ.એફ. 93 બટાલીયના કમાન્ડન્ટ દલબીર સિંહ અહલાવત, 123 બટાલીયનના દ્વિતીય કમાન અધિકારી પરમાનંદ શુક્લ, પ્રાદેશિક મુખ્ય મથક, ગાંધીનગરના ડેપ્યુટી કમાન્ડન્ટ (જનરલ) અરુણ કુમાર શર્મા, થરાદ આસી. પોલીસ અધિક્ષક પૂજા યાદવ અને નેનાવા ગામના સરપંચ ગેનસિંહ દેવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાઇકલ રેલી તા. 21-10-2021ના રોજ આરામ કરશે અને તા.22-10-2021ના રોજ ફરીથી છાપી થઇ આગળ પ્રસ્થાન કરશે. તેમ બી.એસ.એફ.ના ઇન્સ્પેક્ટર અબસલોમ સેમાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...