તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુખદ અંત:ભૂવાએ ધૂણીને તારી પહેલાં જ્યાં સગાઈ થઈ હતી તે દેવ હેરાન કરે છે કહેતાં મહિલાને પુત્ર સાથે કાઢી મુકી

પાલનપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દાંતીવાડાના ગામની મહિલાનું 181ની ટીમે ચાર વર્ષે ઘર વસાવ્યું

દાંતીવાડાના ગ્રામિણ વિસ્તારમાં અંધશ્રદ્ધામાં રાચતો એક પરિવાર પુત્રવધુને તેની અગાઉ સગાઇ થઇ હતી. એ ઘરનું દેવ હેરાન કરતું હોવાનું માની સાસરીમાં લાવતા ન હતા. આ અંગે પરિણીતાએ 181 અભિયમ હેલ્પ લાઇનનો સહારો લેતાં કાઉન્સેલરે તેના પતિ- સાસુ અને સસરાને અંધશ્રદ્ધાનું નિવારણ કરતાં આખરે ચાર વર્ષ બાદ તેને સાસરીમાં લાવી પરિવાર સાથે મિલન કરાવ્યું હતુ. જિલ્લામાં વસવાટ કરતાં કેટલા સમાજના પરિવારોમાં અંધશ્રધ્ધા, કુરિવાજો ઘર કરી ગયા છે. જેમાં ખાસ કરીને મહિલાઓ તેનો ભોગ બની શારિરીક- માનસિક ત્રાસ સહન કરતી હોય છે. કંઇક આવો જ કિસ્સો દાંતીવાડાના એક ગામમાં બન્યો હતો.

આ અંગે બનાસકાંઠા 181 અભિયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર લક્ષ્મીબેન સોલંકીએ જણાવ્યું હતુ કે, જયાબેન (નામ બદલ્યુ છે) ના લગ્ન 4 વર્ષ અગાઉ થયા હતા. લગ્નજીવન દરમિયાન એક પુત્ર પણ અવતર્યો હતો. જોકે, તેના પતિ, સસરા અને સાસુ અંધશ્રધ્ધામાં માનતાં હોઇ આ જયાબેનની અગાઉ જ્યાં સગાઇ થઇ હતી. એ પરિવારનું દેવ જયાબેનના સાસરીયાને હેરાન કરતું હોવાનું કોઇ ભૂવાએ ધુણીને કહેતા સાસરીયાએ તેણીને ઘરમાંથી હાંકી કાઢી હતી. જે ચાર વર્ષથી પુત્ર સાથે પિયરમાં રહેતી હતી.

દરમિયાન જયાબેને 181માં કોલ કરતાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ વર્ષાબેન મહેતા સાથે જયાબેનની સાસરીમાં ગયા હતા. જ્યાં બધાને ભેગા કરી આવી અંધશ્રધ્ધા ન રાખવા તેમજ ભૂવાઓનો વિશ્વાસ ન કરવા જણાવતાં આખરે જયાબેનનો પતિ, સસરા અને સાસુ તેણીને સાસરીમાં રાખવા સહમત થયા હતા. 181 અભિયમની ટીમે 4 વર્ષ પછી પતિ - પત્નિનું સુખદ મિલન કરાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...