ઠગાઈ:જયપુરના ભૂપેન્દ્રએ પાલનપુરના ફરિયાદીને ડ્રગ્સકેસમાં ફસાવવા જેલમાં પ્લાન ઘડ્યો હતો

પાલનપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોગસ સ્કિલ પ્રોજેક્ટ ઉભો કરી 12 હજાર છાત્રો સાથે કરોડોની ઠગાઈ કરી હતી
  • જેલવાસ દરમિયાન ડ્રગ ખરીદી પંકજ શર્માને ફસાવવાનો કાવતરું ઘડ્યું

જયપુરના ભૂપેન્દ્ર યાદવએ 12 હજાર છાત્રોની 4 કરોડ કરતા વધુની ફી જમા કરાવી પૈસા ઓહિયા કર્યા મામલામાં શખ્સે હવે ફરિયાદીને ડ્રગના ખોટા કેસમાં ફસાવી દેવાનો પ્લાન ઘડ્યો હોવાની વિગતો સામે આવી છે. ભુપેન્દ્રે જેલમાં જેની પાસે પ્લાન ઘડ્યો હતો કે સોનું એ ફરિયાદી પંકજને ફોન કરીને જાણ કરતા ભૂપેન્દ્રનો ભાંડો ફૂટી ગયો હતો.

પાલનપુરના એ.એસ. ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટને સ્કીલ ડેવલપમેન્ટ અંગેની કામગીરીમાં ભોળવી ભૂપેન્દ્રસિંહ રામસિંહ યાદવ, સુશીલ ધનપતરાય મીણા અને અન્ય લોકોએ ભેગા મળી છેતરપિંડી આચરતા જુલાઈ 2019માં ફરિયાદ નોંધાવાઈ હતી.29 સપ્ટે. એ ફરિયાદી પંકજ શર્માને સોનું પટેલ નામના શખ્સે ફોન કરી ભૂપેન્દ્ર યાદવ ફરિયાદનો બદલો લેવા 10 લાખનું ડ્રગ ખરીદી પંકજ શર્માને ફસાવવાનો કાવતરું રચી રહ્યો હોવાનું જણાવ્યું હતું.

સોનુ પટેલ જ્યારે અમદાવાદની સાબરમતી જેલમાં હતો તે વખતે ભૂપેન્દ્રસિંહ રામસિંહ યાદવ, તથા સુશીલ ધનપતરાય મીણા સાથે જેલમાં મુલાકાત થઈ હતી, આ અંગેની વિગતો આપતા ફરિયાદી પંકજ શર્માએ જણાવ્યું હતુંકે "સોનુભાઈએ અમને ચેતવતા કહ્યું હતું કે, તને રસ્તામાંથી હટાવવા માટેનું કામ આ મને સોંપવામાં આવ્યુ છે, એમ.ડી. ડ્રગ્સ, ફેક કરન્સી જેવા ગંભીર પ્રકારના ખોટા કેસમાં જામીન ન મળે તે પ્રકારે કરી અમે કરેલા કેસો પરત ખેંચાવવાના પેંતરા કરી રહયો છે. જે અંગેની સમગ્ર વાતચીતના આધાર પુરાવા સાથે પોલીસને સોંપવામાં આવ્યુ છે. "

ભૂપેન્દ્ર સામે છેતરપિંડીના અનેક ગુના
ભૂપેન્દ્રસિંહ રામસિંહ યાદવે ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં 2014માં, 2020માં છેતરપિંડી આચરતા ફરિયાદો થઈ હતી. આંધ્રપ્રદેશમાં આશરે રૂા.4.50 કરોડથી પણ 11 હજાર તાલીમાર્થીઓ સાથે છેતરપિંડી આચરી હતી.

અન્ય સમાચારો પણ છે...