તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Bhabhar's Radhe Hit Ducho In The Mouth Of Std. 11 Student In International School, Two Students Teased And The Third Took Down The Video

માસ્તર બન્યો મવાલી:ભાભરની ધો.11ની વિદ્યાર્થિનીને શિક્ષકે મોઢામાં ડૂચો દીધો, ડ્રેસનો કોલર ફાડી બે વિદ્યાર્થીએ છેડતી કરી ને ત્રીજાએ વીડિયો ઉતાર્યો

પાલનપુર19 દિવસ પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • પિતાનું મૃત્યુ થતા માતાએ બીજા લગ્ન કરી લીધા છે
  • બે મહિના બાદ શિક્ષક સહિત પાંચ સામે ફરિયાદ
  • 28 જૂને કોચિંગ ક્લાસમાં બનેલા બનાવથી ભાગી પડેલી છાત્રા અમદાવાદ જતી રહી
  • પરત લાવી સ્કૂલ મોકલી છતાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી

ભાભરની રાધે ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા ધો 11 સાયન્સમાં ભણતી છાત્રાની છેડતી કરી તેનો વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપતી ફરીયાદ ભાભર પોલીસ મથકે નોંધાતા હડકંપ મચી ગયો છે. વિદ્યાર્થીઓ અને અધમ શિક્ષક સહિત પોલીસે પાંચ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ક્લાસમાં એક વિદ્યાર્થિની અને બે વિદ્યાર્થી હતા
ભાભરમાં આવેલી રાધે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતી 15 વર્ષીય છાત્રા 28 જૂને સવારે સ્કૂલમાં કોચિંગ ક્લાસમાં અભ્યાસ અર્થે ગઈ હતી. જ્યાં ક્લાસરૂમમાં સાગર (નામ બદલેલ છે) અને અમર (નામ બદલેલ છે)તથા અન્ય બે મળી કુલ ચાર જણા બેઠા હતા. સ્કૂલના ગણિત વિષયના શિક્ષક નવીન દરજીએ ગણિત વિષય ભણાવવાનું શરૂ કર્યું હતું તે સમયે છાત્રા એકલી બેન્ચ પર બેઠી હતી ત્યારે તેની પાછળ બેઠેલા બે વિદ્યાર્થીઓએ પાસે આવી હાથ પકડી રાખ્યા અને શિક્ષક નવીનભાઈ દરજી એ મોઢે દુપટ્ટાનો ડૂચો માર્યો હતો.

ડરને કારણે વિદ્યાર્થિની અમદાવાદ ભાગી
કિર્તી નામના છોકરાએ સગીરાનો પહેરેલ ડ્રેસનો કોલર પકડી ફાડી નાખ્યો અને એક છોકરાએ વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ શિક્ષક નવીનભાઈ દરજી એ આ વાત કોઈને કહીશ તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ચારેય રૂમની બહાર નીકળી ગયા હતા. સગીરા થોડા સમય પછી સ્કૂલથી છૂટી લાગી આવતાં તેના સંબંધીના ઘરે અમદાવાદ જતી રહી હતી.

વીડિયો ઉતાર્યો હતો તે યાદ છે ને જો કોઈને કહીશ તો...
આ બાબતે સગીરા ગૂમ થઈ હોવાની ફરિયાદ ભાભર પોલીસ મથકે નોંધાઇ હતી. પરંતુ પોલીસે બે દિવસમાં આ સગીરાને અમદાવાદથી શોધી લાવી તેના વાલીને સોંપી હતી પરંતુ ડરના કારણે છેડતી થઈ હોવાની હકીકત છૂપાવી હતી અને થોડા દિવસ પછી એક મોબાઇલ નંબર ઉપરથી ફોન આવ્યો કે સ્કૂલમાં તારો વીડિયો ઉતાર્યો હતો તે યાદ છે ને જો કોઈને કહીશ તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા સગીરા ગભરાઈ ગઈ અને પાલનપુર 181 અભયમ ટીમને જાણ કરી હતી આ ટીમની મદદથી શિક્ષક નવીનભાઈ દરજી, સ્કૂલના વિદ્યાર્થીઓ બે અજાણ્યા સહિત પાંચ શખ્સો સામે ભાભર પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે.

મેથ્સમાં માત્ર એક છાત્રા: સ્કૂલના સીસીટીવી બંધ ,સંચાલકોએ મ્હોં સીવી લીધું
રાધે સ્કૂલમાં સ્કૂલના સીસીટીવી બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. આ સ્કૂલમાં 11માં ધો.માં બાયોલોજીમાં માત્ર 4 અને મેથ્સમાં માત્ર એક છાત્રા હતી અને ડેમો કલાસ દરમિયાન આ ઘટના બનતા છાત્રા માનસિક રીતે ભાંગી પડી હતી. સ્કૂલના સંચાલકોએ આ ઘટના બાદ મ્હોં સીવી લીધું છે.

દિવ્ય ભાસ્કર વાંચી છાત્રાએ 181ની હેલ્પ લીધી
181 અભયમ ટીમના ઝીનલ બેનએ જણાવ્યું હતું કે "દિવ્યભાસ્કરમાં 181ની કામગીરીના સમાચાર અંગે જાણી પીડીતાએ ફોન કરી સમગ્ર ઘટના જણાવતા અમે ભાભર પહુચી સ્થાનિક લોકો સાથે વાત કરી હતી. બાળકીની હાલમાં માનસિક સ્થિતિ સારી નથી." - જિનલબેન (કાઉન્સેલર 181 અભયમ)

વિદ્યાર્થિની 6 જુલાઈએ ડિપ્રેશનમાં અમદાવાદ જતી રહી હતી
પીડિતા 6 જુલાઈએ સ્કૂલથી સીધી અમદાવાદમાં જતી રહી હતી. આ અંગે પરિવારજનોએ તે વખતે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે તેને અમદાવાદ રેનબસેરામાંથી શોધી પરત ભાભર લાવી હતી

આ હેવાનો સામે ફરિયાદ
નવીનભાઈ દરજી (શિક્ષક), બે છાત્ર સહિત પાંચ સામે ફરિયાદ

પીડિતાછાત્રા અને તેની બહેન કાકા જોડે રહે છે
પીડિતાના પિતા ગુજરી જવાથી અને માતાએ બીજા લગ્ન કર્યા હોવાથી તે તેના કાકાના ઘરે એની બહેન જોડે રહે છે.

છેડતી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો
‘ભાભર પોલીસ મથકે સગીરાની છેડતી અને એટ્રોસિટી અંગે ગુનો દાખલ થયો છે. જે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં કાર્યવાહી કરાશે. - ડીવાયએસપી ડી.ડી.ગોહિલ