તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલનપુર પાલિકાની ચૂંટણીમાં મંગળવારે 8 જણાએ ઉમેદવારી પત્ર પરત ખેંચતા 11 વોર્ડ માટે 138 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં રહ્યા છે. પાલનપુરમાં વોર્ડ નં. 6માં કોંગ્રેસી મહિલા ઉમેદવાર શકુંતલા બેન રાવલે પક્ષ સાથે દગો કરી સમાજને વફાદાર રહી ફોર્મ પાછું ખેંચ્યું હતું. જ્યારે ટિકિટ ન મળવાથી નારાજ ગુપ્તા સમાજને મનાવવામાં ભાજપ સફળ રહ્યું હતું જ્યારે આપના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું હતું.
પાલનપુર શહેરના વોર્ડ નંબર 6માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર શકુંતલાબેન રાવલ વોર્ડ નંબર 2ના રહીશ હોવા છતાં તેમણે પાર્ટીના કહેવાથી વોર્ડ નં 6માં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. જોકે બ્રહ્મ સમાજના આગેવાનોની સમજાવટ બાદ ભાજપની મહિલા ઉમેદવારના સમર્થનમાં શકુંતલાબેન રાવલ એ ઉમેદવારીપત્ર પરત ખેંચી લીધું હતું. આ મામલાની જાણ કોંગ્રેસના આગેવાનોને 3 વાગ્યા પછી ખબર પડતાં તેમણે પાર્ટી સાથે દગો કર્યો હોવાનું જણાવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવીએ જણાવ્યું હતું કે "મહિલા ઉમેદવારે પાર્ટી સાથે છેતરપિંડી કરતા કોંગ્રેસ પાર્ટીએ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા સહિતની કાર્યવાહી કરી છે.
જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ અને વોર્ડ નંબર છના કોંગ્રેસના ઉમેદવાર સુરેશચંદ્ર પટેલે જણાવ્યું હતું કે "શકુંતલાબેન રાવલએ પૈસા લઈને સમાજને લાભ કરાવવા માટે ફોર્મ પાછું ખેંચ્યું છે." તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના બે ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા હતા. જેમાં વોર્ડ નં 9માં ઉમેદવાર કોકિલાબેન પંચાલ અને વોર્ડ નંબર 10માં ઉમેદવાર પ્રવીણ રાઠોડએ ફોર્મ પરત ખેંચ્યું હતું. જોકે આ અંગે આપના જિલ્લા પ્રમુખનો સંપર્ક કરતા તેમનો મોબાઈલ સ્વીચ ઓફ આવ્યો હતો.
ટિકિટ ન મળતાં ગુપ્તા સમાજે અપક્ષ ઉમેદવારી કરી
ટિકિટ ન મળતા ગુપ્તા સમજે 3 દિવસ અગાઉ બેઠક યોજી વિરોધ દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો જેના ભાગ રૂપે વોર્ડ નં. 2 માંથી મમતા બીપીનભાઈ ગુપ્તાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી જોકે ભાજપના ઉમેદવારોએ બીપીનભાઈને મનાવી ફોર્મ પાછું ખેંચાવ્યું હતું.
આ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા
1.અંજુબેન રાજુભાઇ કુવારીયા | વોર્ડ નંબર 3 |
2.પ્યાર મહમદ નજીર મહમદ શેખ | વોર્ડ નંબર 4 |
3.પ્રકાશભાઈ દવે | વોર્ડ નંબર 7 |
4.કૈલાસ બેન પટેલ | વોર્ડ નંબર 9 |
પાલનપુર: કયા વોર્ડમાં કેટલા ઉમેદવારો
વોર્ડ નંબર- 1 | 12 |
વોર્ડ નંબર-2 | 9 |
વોર્ડ નંબર-3 | 11 |
વોર્ડ નંબર-4 | 12 |
વોર્ડ નંબર-5 | 13 |
વોર્ડ નંબર-6 | 14 |
વોર્ડ નંબર-7 | 13 |
વોર્ડ નંબર-8 | 12 |
વોર્ડ નંબર-9 | 14 |
વોર્ડ નંબર-10 | 11 |
વોર્ડ નંબર-11 | 17 |
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.