તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણેશ મહોત્સવ:પાલનપુરની બજારમાં મૂર્તિકારો દ્વારા ભગવાન ગણેશની માટીની મૂર્તિઓ બનાવવાની શરૂઆત

પાલનપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરની બજારમાં મૂર્તિકારો દ્વારા ભગવાન ગણેશજીની માટીની મૂર્તિઓ બનાવવાની શરૂઆત કરાઈ. - Divya Bhaskar
પાલનપુરની બજારમાં મૂર્તિકારો દ્વારા ભગવાન ગણેશજીની માટીની મૂર્તિઓ બનાવવાની શરૂઆત કરાઈ.
  • બજારમાં રૂ.500થી માંડીને રૂ.9000 સુધીની પણ મૂર્તિઓ વેચાણ માટે મુકાઈ

આગામી ગણેશ ચતુર્થીના પર્વને લઈ પાલનપુર શહેરમાં ભગવાન ગણપતિની મૂર્તિઓનું વેચાણ શરૂ થઈ ગયું છે. સરકારે ચાલુ વર્ષે પીઓપીની મૂર્તિઓનું વિસર્જન કરવાની મંજુરી ન આપતા ચાલુ વર્ષે મૂર્તિકારોએ માટીની મૂર્તિઓ બનાવી વેચાણ કરી રહ્યા છે.

કોરોનાની મહામારીને કારણે છેલ્લાં બે વર્ષથી લોકોના ધંધા રોજગાર ભાંગી પડ્યા છે. નાનામાં નાના વેપારીથી માંડીને દરેક ક્ષેત્રે ધંધા રોજગાર ભાંગી પડવાથી લોકોની હાલત કફોડી બની છે ત્યારે ચાલુ વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે પાલનપુરની બજારમાં ગણેશ ચતુર્થીના પર્વને લઇ અત્યારથી જ મૂર્તિકારો દ્વારા માટીની મૂર્તિઓ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે.

મૂર્તિકારો દ્વારા બનાવવામાં આવેલ માટીની મૂર્તિઓ એટલી આબેહૂબ બનાવવામાં આવી છે કે પી.ઓ.પીની મૂર્તિઓ હોય કે પછી માટીની મૂર્તિઓ તેની ખબર જ ના પડે તે પ્રકારની મૂર્તિઓ બનાવવામાં આવી છે. પાલનપુરની બજારમાં રૂપિયા 500થી માંડીને 9 હજાર અને 11 હજાર સુધીની પણ મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે. મહત્વનું છે કે ચાલુ વર્ષે મૂર્તિકારો દ્વારા ફક્ત માટીની મૂર્તિઓ બનાવાતા પ્રદુષણ ઘટશે અને જે મૂર્તિઓ નદીઓમાં રખડતી જોવા મળતી હતી. જેના કારણે લોકોની આસ્થાને ઠેસ નહીં પહોંચે.

અન્ય સમાચારો પણ છે...